Archive for February 15th, 2007

સરવૈયુ

February 15th, 2007

images35.jpg

  જીંદગી શરૂ થાય છે કોરી કિતાબ દ્વારા
       દર વર્ષને અંતે આપણે આવક અને
       જાવકનું ‘સરવૈયું’ કાઢતા હોઈએ
       છીએ.
      યાદ રહે  જીવનમાં
          સરવાળા     સદવર્તનના
      બાદબાકી     ભૂલોની
          ગુણાકાર      પ્રેમનો
          ભાગાકાર     વેરઝેરનો
     સુખી થવાની ચાવી.
  આ  જીંદગીની  કિતાબનું સરવૈયું  કાઢજો
       સરવાળાને બાદબાકી યોગ્ય સ્થળે માંડજો
       ગુણાકારને  ભાગાકાર  દ્વારા સુલઝાવજો
                    આ જીંદગીની——
     બાળપણાંની  પ્રિતડી ને જુવાનીનું ગાંડપણ
         પ્રૌઢાવસ્થામાં  તેનું  લાવજો  નિરાકરણ
                     સરવાળાને—-
             ગુણાકાર ને—–
      કર્યા કર્મ  પસ્તાવાને  ઝરણે  વહાવજો
         નિતિમય  કાર્ય દ્વારા  જીવન દીપાવજો
                     સરવાળાને——
              ગુણાકારને—–
      કર્યું કશું છુપતું નથી ચિત્રગુપ્તને  ચોપડે
          માહ્યલો  સદાયે  મુંગો રહી  સાક્ષી ભરે
              સરવાળાને —–
              ગુણાકારને——
      આવગમન  જીંદગીનો અસ્ખલિત પ્રવાહ છે
          જીંદગીની  ભવ્યતામાં મૃત્યુ ચિરવિદાય છે
          
           સરવાળાને બાદબાકી યોગ્ય સ્થળે માંડજો
            ગુણાકારને  ભાગાકાર  દ્વારા  સુલઝાવજો
             આ જીંદગીની કિતાબનું સરવૈયું કાઢજો
      

એકલતા

February 15th, 2007

images78.jpg

 જીંદગી માં એકલા આવ્યા એકલા જવાનાં.
   ખાલી હાથ આવ્યા ખાલી હાથ જવના.
      એક સહારો કદીય સાથ ન છોડે.
       એકલતામાં તેનું સ્મરણ તેના
        ગુણગાન જીવન ભર્યું ભર્યુ
          બનાવવા શક્તિમાન.
 
      
   એકલતામાં તું સાથ નિભાવ
      તારી હસ્તીનો અનુભવ કરાવ
      હ્રદયની વીણા સુની પડી છે
      સૂર છેડીને તાર ઝણઝણાવ
      આંખની અટારી શોધી રહી છે
      દર્શન દઈને તું ધન્ય બનાવ
      હાથની હથેળી છે ચેતન વિહોણી
      સ્પર્શ કરીને તું સ્પંદન જગાવ
      વાચા મુખથી સ્થગિત થઈ છે
      ભક્તિ દ્વારા તું ભાવ વહાવ
     ‘પમીનું’જીવન છે ગુમસુમતા ભર્યું
       તારા  પ્રાગટ્યથી  મધુરું  બનાવ 

મલીન

February 15th, 2007

images33.jpg

  જીંદગીની  સરગમનું મધુરું સંગીત
     સૂર નીકળે તે પહેલાં વિલાઈ ગયું

     ઉગતા સૂરજનું  પહેલું  કિરણ
     ઉષા ખિલતાં પહેલાં ફેલાઈ ગયું

     પૂનમનાં ચાંદની સુહાની શીતળતા
     શોભા પામતાં પહેલાં ઠીંગરાઈ ગઈ

      ગુલાબનાં પુષ્પની મધુર ફોરમતા
      ફૂલ ખીલતાં પહેલાં મુરઝાઈ ગઈ

     પ્રશ્ન  અને ઉત્તરની પાવનતા
     મુખડું ખૂલતાં પહેલાં મલીન થઈ ગઈ   

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.