શું થઈ ગયું February 24, 2007
Posted by pravinash in : કાવ્યો , trackbackશું થવાનું હતું ને શું થઈ ગયું
શું મેળવવું હતું ને શું મળી ગયું
કેડી પર ચાલવું હતું વગડે જઈ ચડી
ભોમિયા વિણ ભમવું હતું ભૂલી પડી ગઈ
ઝરણાં સમ વહેવું હતું વેરાન થઈ ગઈ
વૃક્ષ બની ઝુમવું હતું પાનખર આભડી ગઈ
હિમાચ્છાદિત શિખરે થીજવું હતું ઓગળી ગઈ
મહાસાગરે મહાલવું હતું કિનારે જઈ ચડી
આભલે ઉડવું હતું ધરતી પર પટકાઈ પડી
ભ્રમર ગીત ગાવું હતું ફૂલે બિડાઈ ગઈ
ગુલાબ થઈ નિખરવું હતું ગજરે ગુંથાઈ ગઈ
નિર્દોષ બાળા રહેવું હતું જુવાન થઈ ગઈ


Powered By
Comments»
બહુ જ સરસ ભાવ
શું થઈ ગયું ? (થઈ ગયા પછીજ ખબર પડે ,કે શું થઈ ગયું એનું નામ જિંદગી!!)
શબ્દ લય અને પ્રાસનો મેળ અદભુત છે.