સાંભળો February 20, 2007
Posted by pravinash in : કાવ્યો , trackback
કાન દઈને સાંભળો કોનો છે આ સાદ
મૌસમ સુહાની આજે વરસે છે વરસાદ
સૂરજ છૂપાયો વાદળે પ્રકાશને કર યાદ
વિજળીનો ચમકારને ગડગડાટનો નાદ
છબછબિયા બાળુડા કરે હરખે હૈયું આજ
સ્મિત ફરક્યું વદને ઉમંગ દિલમાં આજ
વનરાજી ઝુમે લહેરાયે હરખે ઝુલે ડાળ
ફૂલે ભમરા ગુંજે સુણાવે લાગણીનો સાદ
કુદરત ફૂલેફાલે ત્યારે છોડ સઘળાં વાદ
કારણ જડે સત્ય લાધશે ના રહે ફરિયાદ


Powered By
Comments»
કાનો છવાયો ચારે કોર.