Archive for February 27th, 2007

અસત્યો માંહેથી

February 27th, 2007

ca9418nu.jpg

 અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા
   ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા
   મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા
   તું હીણો હું છું તો,તુજ દરસનાં દાન દઈ જા
   પિતા પેલો આઘે જગત વીંટતો સાગર વહે
   અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે
   વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી
   દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર ભણી
   થતું જે કાયાથી ઘડીક ઘડી વાણીથી ઉચ્ચરું
   કૃતિ ઇંન્દ્રિયોની મુજ મન વિષે ભાવજ સ્મરું
   સ્વભાવે બુધ્ધિથી શુભ અશુભ જે કાંઈક કરું
   ક્ષમા દ્રષ્ટિ જોજો તુજ ચરણમાં નાથજી નમું

હેતના હાટડા

February 27th, 2007

camjwh23.jpgca4fg5ej.jpg

  હેત ના હાટડા ના મંડાય
   હેત હાટડે ના વેચાય
   હેત તો હૈયાને હિંડોળે હિંચાય

   હેતે માબાપને હૈયે સમાવાય
   હેતે ભાઈ અને બહેન સોહાય
   હેતે  કુટુંબમાં સુખ  લહેરાય
             હેતતો હૈયાને——

  હેતે બાળપણમાં વિદ્યા સોહાય
   હેતે કુશળતા જીવનમાં લવાય
   હેતે સંસારમાં આનંદ પ્રસરાય
              હેતતો હૈયાને——-

  હેતે શ્વસુરગ્રુહે  પગરણ મંડાય
   હેતે  જીંદગીનો  રાસ  રચાય
   હેતે  જીવન  શુશોભિત થાય
            હેતતો હૈયાને——-

  હેતે  પ્રભુનું  સુમિરન થાય
   હેતે આલોકમાં પરલોક સધાય
   હેતે   ભવસાગર પાર કરાય
        હેતતો હૈયાને——

સલાડ ડ્રેસિંગ

February 27th, 2007

images7.jpgimages80.jpg

     ચિત્રકામ
     ચિત્રકામનો વર્ગ હતો. આજનો વિષય હતો શાકભાજી અને
   ફળ.ટીકલુ નામ પરથી જ ગુણ વરતાઈ ગયા હશે. એક
   નંબરનો તોફાની બારકસ.  એક વાતમાં તમે અને હું બંને
   સંમત થઈશું. ભણવામાં તથા ચિત્રકળામાં પાવરધો.
     સરસ મઝાની કાપેલાં શાકભાજી તથા ફળની રચના
   કરતું ચિત્ર દોર્યું. ચિત્રકળાના શિક્ષકે વર્ગમાં ફરતા તેની
   આંખોથી નોંધ લીધી. તેના ચિત્ર ઉપર મનોમન વારી ગયા.
     દસ મિનિટ પછી ફરી આંટો મારતા હતા ત્યારે આશ્ચર્યમાં
   ગરકાવ થઈ ગયા. અરે ટિકલુ ‘તારા ચિત્રને તેં શું કર્યું?’
  પૂરા આદરભાવથી ટિકલુએ જવાબ આપ્યો. ‘મને થાઊસન્ડ
   આઈલન્ડ   સલાડ ડ્રેસિંગ’ ખૂઉઉઉઉઉઉબ ભાવે છે.
    મેં મારા ચિત્ર ઉપર ભરપૂરથી નાખ્યો. કહેવાની જરૂર
   નથી ટિકલું અમેરિકામાં નાનપણથી મોટો થયો છે.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.