રાધા ઝુમી ઉઠી February 21, 2007
Posted by pravinash in : ભજનો , trackback રાધા ઢૂંઢી રહી કીસીને મેરા કાન દેખા
મારી રાધા
પ્યારમાં પાગલ રાધા
રાધા ઝુમી ઊઠી કે નયનોંએ કાન નિરખ્યા
હરખે ફૂલી ઊઠી ને ઝાંઝર રણકી ઉઠ્યાં
ગોકુળમાં રાધાનો કાનજી ખોવાણો
ગોપીઓના ઘરમાં જઈ તે ભરાણો
ગોવાળો સંગે વંઠેલ —-કે નયનોએ કાન નિરખ્યા
રાધાને માખણ ખાતો કાન દેખાણો
બેઉ હાથે માખણ ચોર મંડાણો
હૈયું હરખી ઉઠ્યું——-કે નયનોએ કાન નિરખ્યા
રાધાએ કાન વિશ્રામઘાટે ભાળ્યા
પાણીની હેલ ચઢાવતાં માણ્યા
અંગ અંગ ભીંજાઈ ઊઠી—-કે નયનોએ કાન નિરખ્યા
રાધા કાના સંગે રાસ રમંતી
મધુવનમાંહી હસી ઘેલી ખેલતી
ચાંદનીમાં ભાન ભૂલી—–કે નયનોએ કાન નિરખ્યા


Powered By
Comments»
રાધા ને કાનાની કવિતા બહુ સરસ છે. મને તમારુ જસોદા ને કાનુડાનુ ભજન યાદ આવે છે.
સુંદર ગીત!
રાધા ઢૂંઢ રહી કીસીને મેરા શ્યામ દેખા
રાધા તેરા શ્યામ હમને વૃંદાવનમેં દેખા
રાસ રચાયે હુએ રાધા તેરા શ્યામ દેખા
આ ભજન યાદ આવી ગયું.
મારા બાળ જુવે વાટ !
મારે ચુલે મુક્યા આંધણ! કાન તમે બંસી ના બજાવો !!!