Archive for February 3rd, 2007

પળ

February 3rd, 2007

images8.jpgimages3.jpg 

 પળ પળ જીવવું પળ પળ મરવું જીવનની છે રીતિ
   પળ પળ નું આ બનેલું જીવન રાખો ન તેની ભીતિ

   પળ સુનહરી  પળ રંગીલી મેઘધનુની  ભાંતિ
   પળ ગમગીન પળ દર્દીલી કાળી ડિબાંગ રાત્રિ

   પળમાંહી આ જીવન ગુજરે આણે જીવનમાં શાંતિ
   ઉદ્વેગ ભરે એ મધુર પળોમાં  ફેલાવે અશાંતિ

   પળની કિંમત જે ના જાણે વેડફે તે અજ્ઞાની
   પળમાં વાવે પળો પછી પામે તે જાણે જ્ઞાની

   પળ વિપળને અવગણે ને આમંત્રે તે વ્યાધિ
   પળ પળની કિંમત પારખે સમતા તેને લાધી

   પળમાંહી જીવન છૂપાયું પ્યાસ જીવનની બૂઝી
   પળમાં જીવવાની પળમાં રાચવાની સાચી મતિ સુઝી  

મુંઝાય છે

February 3rd, 2007

images3.jpg”’

 ચારેકોર નજર ઘુમાવું જ્યાં જોઉં ત્યાં ઉધામા જીવડો મુંઝાય છે
  જીવનમાં પ્રવ્રુત્ત રહું પ્રવ્રુત્તિમાં ગળાડૂબ તોયે જીવડો મુંઝાય છે
  પ્યારની લ્હાણી કરું તોયે ગેરસમઝ ફેલાય જીવડો મુંઝાય છે
  માતાપિતાની બેદરકારી ભટકેલ બાળકો ભાળી જીવડો મુંઝાય છે
  વિદ્યાર્થીઓની ગેરવર્તણુક નિહાળી ભણતર વગોવાય જીવડો મુંઝાય છે
  શિક્ષકોની બેપરવાહી બેકાબૂ યુવાનો જોઈ જીવડો મુંઝાય છે
  યુવાનોની આછકલાઈ સોનેરી સમય વેડફાય જીવડો મુંઝાય છે
  વડીલોની તુમારશાહી કુટુંબમાં કલેશ કંકાસ જીવડો મુંઝાય છે
  અનાચારની વાતો સુણી પારાવાર દર્દ જીવડો મુંઝાય છે
  ગોળીબારની રમઝટ વચ્ચે જાન ખુવાર થાય જીવડો મુંઝાય છે
  આતંકવાદી જાનહાની કરે નિર્દોષો ભરખાય જીવડો મુંઝાય છે
  ધર્મને વેપાર બનાવે પ્રજાને રવાડે ચડાવે જીવડો મુંઝાય છે
  પ્યાર માટે વલખાં મારું અવહેલના મળે જીવડો મુંઝાય છે
  પાણીમાં મીન પ્યાસી તરવા  વલખાં મારે જીવડો મુંઝાય છે  

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.