Archive for February 16th, 2007

ફરીથી હ્યુસ્ટનમા

February 16th, 2007

images3.jpg

 સંજોગોવશાત હ્યુસ્ટન છોડ્યું.
 ઈશ્વરની કૃપાથી પાછી આવી

તેના ઉમળકામાં દિલની વાત
                સાંભળો. 
     મનડાની મધ્યે
          હૈયામાં હલચલ
          પુરાણી પાવન
            પ્રિત્યુનો પાલવ
         આવો સજાવો
         યાદો એ માળો
         દિલમાં દિવાઓ
         પ્રેમે પેટાવો
             અવિનાશ તારી
             ખુમારી છે ભારી
              નયનોની બારી
              જુએ વાટ તારી
          હ્યુસ્ટનની ગલીઓ
          વાટે તું મળીઓ
          અંતરથી પેલી
          પૂછે સહેલી
             જીવનની નૈયા
             ના છો ખેવૈયા
             કરજો સહાય
              હિંમત છે ભેળી

તું અને હું

February 16th, 2007

images12.jpg

ખૂબ સુંદર  અતી સરળ ભાષામાં દેહ અને આત્મા નો સંબધ  વાંચો અને માણો)
  તું મુઝમાં છે હું તુજમાં છું
   હું  અને  તું  ભિન્ન  નથી
   તને મળવાને તને પામવાને
   આથી  સરળ મંઝિલ નથી

   તારા વિના હું ગાયબ છું
   મારા વિના તું સ્થિર નથી
   તુજમાં મુજમાં કોઈ ભેદ નથી
   અસ્તિત્વનું આવરણ નથી

    તારી ઉન્નતિ મારી પ્રગતિ
    હર કદમ ઉપર મુસ્તાક બની
    તારે સથવારે મારે સહારે
    ફૂલવાડી જીવનની હરીભરી
   
    તું વ્યાપક છે હું સિમિત છું
    ચૈતન્ય રૂપે બ્રહ્માંડ મહીં
   ‘ગીતામાં’ક્રુષણની સાક્ષી પૂરી
    યુગયુગથી વેદ આલેખી રહ્યું

    તું શાશ્વત છે હું નાશવંત છું
    તારું મારું ઐક્ય અનૂપમ છે
    આપણ બંનેની જુગલજોડી નું
    ધરતી પર કોઈ મોલ નથી

    દેહ બની  હું વિચરું છું
    આતમ બની તું ઘરમંહી
    સુખમાં દુખમાં સહભાગી બની
    ઈશ્વરની ખોજ છે જારી રહી

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.