અસત્યો માંહેથી February 27, 2007
Posted by pravinash in : ભજનો , trackback અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા
ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા
તું હીણો હું છું તો,તુજ દરસનાં દાન દઈ જા
પિતા પેલો આઘે જગત વીંટતો સાગર વહે
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી
દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર ભણી
થતું જે કાયાથી ઘડીક ઘડી વાણીથી ઉચ્ચરું
કૃતિ ઇંન્દ્રિયોની મુજ મન વિષે ભાવજ સ્મરું
સ્વભાવે બુધ્ધિથી શુભ અશુભ જે કાંઈક કરું
ક્ષમા દ્રષ્ટિ જોજો તુજ ચરણમાં નાથજી નમું


Powered By
Comments»
લેખક ન્હાનાલાલ કવિ
નાનપણથી આ કાવ્ય સાંભળતાં આવ્યા છીએ.