Archive for February 8th, 2007

સ્વિકાર

February 8th, 2007

images54.jpg

 આ જીંદગી દિધી પ્રભુએ પ્રશ્ન આવીને ઉભો
       તેને સફળ કરવી કે નિષ્ફળ ઉત્તર તેનો ના દીધો

       માગ્યા વગર અગણિત ખજાનો મેળવીને તેં લીધો
       સત્કર્મને  વર્તન  દ્વારા  દીપાવીને તેં દીધો

       આશય જેનો સ્વાર્થ  તેનો કળવો મુશ્કેલ છે
       ઉપકાર માની સંસ્કારથી ઉજાળવાનો ધર્મ છે

      ધ્યેય રાખી પ્રગતિનાં સોપાન પર તેં પગ દીધો
      શ્રધ્ધા જેણે છે  જતાવી  દિલમાં  દીવો  કીધો

      ગુણ તેનાં ગાંઉ હું  આભાર હું  દિલથી  ચાહું
      ભાવના અભિવ્યક્ત કરી રૂણથી હું મુક્ત  થાઉં

      સેવા સુમિરન ભક્તિભાવથી તેની હું નજદીક સરું
      શરણું  સ્વિકારી તે પ્રભુને  મારગડે હું ડગ ભરું

      જીંદગીનો અંત મ્રુત્યુ નિશ્ચિત છે તે ક્રમ જેનો
       શિરનમાવી હાથ જોડી સ્વિકાર તેનો મેં કીધો

     

ક્યાં છો?

February 8th, 2007

images40.jpg

  મુક્તિ ઈચ્છો છો?     બંધાયા ક્યાં છો.
   
     છૂટવું  છે?        બંધન જ નથી.

     ગુંચવાયા છો?      ગાંઠ જ નથી.

     ઠોકર વાગી?       પથ્થર જણાતો નથી.

      નશામાં ચૂર છો?     શરાબ જ નથી

        મદહોશ છો?        હોશ ગુમાવ્યો નથી.

     ગુમરાહ છો?        રાહ ઓઝલ થઈ નથી.

     રસ હીન છો?        રસની ધારા સૂકાઈ નથી.

     દર્શનનાં આતૂર છો?    સર્વવ્યાપી છે.

     ઉતાવળા છો?        ધિરજ ખૂટી નથી.

     સ્વાર્થી છો?          પ્રેમ સૂકાયો નથી.

     અહંકારી છો?         તો સંસારી નથી.

     ડૂમો ભરાયો છે?       હાસ્ય સઘળે છે.

     આધ્યાત્મમાં માનો છો?   જીવન ગહન નથી.

     ભૌતિકતા ગમે છે?     આધ્યાત્મ પિછાણ્યું નથી.

     શોકમાં ઘેરાયલાં છો?   આંખ ખૂલ્લી નથી.

     પ્રારબ્ધ ભોગવો છો?    બંડ પોકારવું નથી.

     પુરૂષાર્થ કરો છો?       ફળની તમન્ના નથી.

     નસીબમાં માનો છો?     ઈશમાં વિશ્વાસ નથી.

     ઈશ્વરમાં માનો છો?      તેના જેવો બીજો સહારો નથી.    
     
 

માછલી

February 8th, 2007

fish_.gifimages29.jpg

અજે જે લખી રહી છું એ વિચિત્ર લાગશે પણ ગમશે.
      માછલી ઘર

     ખારા જળમાં તરતી ને મીઠા જળમાં   વિહરતી
     ઘરના માછલી ઘરની શોભા નથી  ઉતરતી

     બંધન નહીં અનુશાસન નહીં મનફાવે ત્યાં ફરવું
    ડર નહીં ગભરાહટ નહીં મદમસ્ત બનીને જીવવું

    નાનાં નાનાં બાળ મુજને નિરખી હસી હરખાતાં
    ઘરમાં પ્રાણ ભરું વિચારે અંગો ઝૂમીને અંગડાતાં

    માછીમારથી ના ગભરાવવું ભોજન બની ના પીરસાવવું
    આઝાદ બનીને ઘુમવું  ઘરનાં મધ્યને દીપાવવું

   નથી અફસોસ બંધિયારનો કે નથી ફરિયાદ જળની
   ઘરનાં માછલીઘરમાં રંગીન સુહાની જીંદગી ગુજરવાની
   
         હવે સુણો  મારો  ચિત્કાર
           પ્રયોગશાળામાં
 
     ક્યાં ગયું એ રૂપ અને ક્યાં ગઈ ચપળતા મારી
     હાથમાં જોઇ છરી અને કાતર ભાંગી પડી હિંમત મારી

     મને વાઢશો  મને કાપશો અંગ ઉપાંગો જુદા કરશો
     ચીપિયા વડે ઉવેખી મુજને અંદરથી નિરખશો

     આંખ મારી કોચી કાઢી હ્રદય ઉપર તળે કર્યું
     પેટ મારું પાતાળે ને  આંતરડું  ગુંચવાઈ ગયું

    હશે, મારા પર કરી વાઢકાપ શું ભેદ ઉકેલ્યો?
  કુદરત મારી તરફેણમાં ફરી અવતરીશ એ ભેદ વણઊકલ્યો

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.