ગગરી-ગાગરડી February 22, 2007
Posted by pravinash in : કાવ્યો , trackback ગગરી આનંદે ભરી મેં તો આજ
કાના ઝટપટ આવ લગાવ તું હાથ
ગગરી આનંદે છલકી ઉઠી આજ
કાના ઝટપટ આવ લગાવતું હાથ
આનંદ ભર્યો મેં તો હૈયું નિચોવી
લગાવ તું હાથ પરમાનંદ હોઈ
ગગરી નાં ખીલી ઉઠયાં ભાગ્ય
કાના ઝટપટ આવ લગાવ તું હાથ
ભરેલ ગગરી પણ તે છે ફૂલ શી
આનંદે ગગરીની આભા નિખરી
ખોબે ખોબે ભરું ને ઉભરાય
કાના ઝટપટ આવ લગાવ તું હાથ
કાના નાં કામણ ગગરી માં સમાણાં
લ્હાણી કરી આનંદના પીરસ્યા ભાણા
છતાં ખૂટે ન આનંદ તસુ ભાર
કાના ઝટપટ આવ લગાવ તું હાથ


Powered By
Comments»
સરસ ભજન છે.
સુંદર ગીત છે.