શું થઈ ગયું? January 30, 2007
Posted by pravinash in : કાવ્યો , trackback શું થવાનું હતું ને શું થઈ ગયું
શું કહેવું હતું ને શું કહેવાઈ ગયું
શું મેળવવું હતું ને શું મળી ગયું
કેડી પર ચાલવું હતું ને વનમાં જઈ ચડી
ભોમિયા વિણ ભમવું હતું ભૂલી પડી ગઈ
ઝરણા જેમ વહેવું હતું વેરાન થઈ ગઈ
હિમાચ્છાદિત શિખરે થીજવું હતું પિગળી ગઈ
મહાસાગરે મહાલવું હતું કિનારે પહોંચી ગઈ
આભલે ઉડવું હતું ધરતી પર પટકાઈ પડી
ભ્રમરગીત ગાવું હતું ફૂલે બિડાઈ ગઈ
ગુલાબ થઈ મઘમઘવું હતું વેણીમાં ગુંથાઈ ગઈ
સાથી સંગે વિહરવું હતું એકલી અટૂલી થઈ ગઈ
ઈશને પામવો હતો ઈશમય થઈ ગઈ


Powered By
Comments»
વાંચો મારી આરોહણની કેટેગરી