૨૬મી જાન્યુઆરી મારો ભારત દેશ January 25, 2007
Posted by pravinash in : કાવ્યો , trackback
જ્યાં માનવ જીવન સજી રહ્યું છે
ભારતમાને ચરણે
એ ભારત દેશ છે મારો
જ્યાં સંસ્ક્રુતિનાં ગાણા ગાતી
વેદ ઉપનિષદની વાણી
એ ભારત દેશ છે મારો
જયાં આશા ઉમંગો ધરતીમાના
કણ કણમાં પથરાયા
એ ભારત દેશ છે મારો
જ્યાં સત્ય અહિંસા કર્મ ભક્તિનાં
પ્રકાશ છે રેલાયા
એ ભારત દેશ છે મારો
જ્યાં નિર્ભયતાની મશાલ દ્વારા
શ્રધ્ધાના અમ્રૂત પાયા
એ ભારત દેશ છે મારો
જ્યાં સ્વાભિમાનની શક્તિ દ્વારા
જ્ઞાનની વરસે ધારા
એ ભારત દેશ છે મારો
જ્યાં સરળતાનાં આંધણ દ્વારા
પ્યારનાં પિરસે ભાણાં
એ ભારત દેશ છે મારો
સૌને પ્રજાસત્તાક દિવસની વધાઈ
જયહિંદ


Powered By
Comments»
દેશ ભક્તિનું સુંદર ગીત છે. તમારા ગીતો માં લય્ (રીધમ હે) ઘણીજ સારી જેવા મળે છે
flag looks great for this poem. wow you did it.