શામાટે January 29, 2007
Posted by pravinash in : ટુંકી વાર્તા , trackback શરણાઈ ના સૂર રેલાઈ રહ્યા હતા. લગ્નની મઝા સહુ પ્રેમે માણી રહ્યા હતા.
વરરાજાને જોવા સહુ હરખઘેલાં થઈ ગયા હતા. સ્વભાવિક છે કે વરરાજાને જોવા કન્યાપક્ષવાળા અધીરા બની ગયા હોય. એમાંય જ્યારે અમેરિકન નબીરો ઘોડે ચડી પરણવા આવ્યો હોય.
એમ્.બી.એ. ભણેલો જનક જ્યારે ઝરણાંને પરણ્યો ત્યારે ઘણા તેની અદેખાઈ
કરી રહ્યા હતા. અમેરિકાનો નાગરિક હોવાથી મહિનામાં તો તે ઝરણાંને લઈ પાછો આવી
ગયો. તેને ખબર પડતી ન હતી ઝરણાં ખુશ છે કે નહીં. નવી નવેલી દુલ્હન અમેરિકામાં
ગોઠવાવાનો પ્રયત્ન કરી રહી હતી. જનકની કાકાની દિકરી સાથે ખરીદી કરવા હોંશે હોંશે
જતી.
આવ્યાને બે અઠવાડિયા ક્યાં પસાર થઈ ગયા ખબર પણ ન પડી. જનક માબાપનો
એક્નો એક દિકરો હતો. આવતા અઠવાડિયે ભવ્ય સત્કાર સમારંભ રાખ્વાનું નક્કી થયું.
જનકની આવક સારી તેમાં વળી માબાપ નો સાથ સરસ મઝાનું ઘર હતું.
બધુંજ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હતું. સુંદર આયોજન જોઈને મહેમાનો પણ
મોઢામાં આંગળા નાખી ગયા. થાક્યા પાક્યા બધા ઘરે આવ્યા. જનક અને ઝરણાં
રાતે મેરિયાટમાં રોકાયા. સવારનાં પહોરમાં રૂમ સર્વિસવાળાએ દરવાજો ખટ્ખટાવ્યો
ત્યારે ઝરણાંએ હાથમાં લોહી નિગળતો છરો લઈને દરવાજો ખોલ્યો!
શામાટે?


Powered By
Comments»
નાસ્તામાં સેંડ્વીચ ઉપર ટોમેટો સોસ લગાડતા તે છુરા સાથે બહાર આવી