Archive for January 22nd, 2007

જીંદગી કેવી

January 22nd, 2007

cadsj2vx.jpg

જીંદગી નું પ્રયોજન શું?
    એક જીંદગી જીવવાની છે.
     જીંદગી ઝીદાદીલી નું બીજું નામ છે.
      જીંદગી જિવંત હોવી જરૂરી છે.
       જીંદગીમાં રાહ તથા રાહી બંને બદલાતા રહે છે.
        જીંદગીમાં દરેક વ્યક્તિ નિશાન છોડતા જાય છે.
         જીંદગી એક પડકાર છે.
          જીંદગી જીવવી એ એક કળા છે.
           જીંદગીમાં નિરાશાને ઢૂંકવા ન દેશો.
            જીંદગી સાદી જીવન હર્યુભર્યુ.
              જીંદગી વ્યવસ્થિત જીવન રળિયામણું.
                જીંદગી  કુદરતનો અણમોલ ઉપહાર.
                  જીંદગી આશાથી ઉભરાતી.
                   જીંદગીમાં અપેક્ષા નહીવત.
                    જીંદગીમાં આપી જાણો.
                      જીંદગીમાં પ્યારનો દોર છુટ્ટો મૂકો.
                       જીંદગીમાં ભૂલોની બાદબાકી કરો.
                        જીંદગીમાં સ્નેહના સરવાળા કરો.
                         જીંદગીમાં વેરભાવના ન રાખો.
                                 આ
                                        જીંદગી જીવવા જેવી ખરી. 

તારું જીવન

January 22nd, 2007

images48.jpg 

જન્મધરી આ વિશાળ પટ પર
કોઈનું સુખ દુખ પૂછ્યું હતું
દર્દ અને વિયોગને ટાણે
કોઈનું આંસુ લુછ્યું હતું
રે માનવ તારું જીવન કેવુ હતું
સત્ય અને અસત્યની ગુંચમાં
પ્રેમનું પલ્લું ઝુક્યું હતું
વાણી અને વર્તનને વિલાસે
મૌનનું મંદિર ખુલ્યું હતું
રે મનવા તારું જીવન કેવું હતું
પાપ અને પુણ્યને મારગડે
કેડી તેં કોતરાવી હતી
ભાવ અને ભક્તિને સાગરે
નૈયા તેં ઝુકાવી હતી
રે મનવા તારું જીવન કેવું હતું
માન મર્યાદા નો પડદો
નટ બની ચીર્યો હતો
સ્રુષ્ટિના સમરાંગણમાં તું
સ્વાર્થની બાજી ખેલ્યો હતો
રે મનવા તારું જીવન કેવું હતું
કાળજાની કોરમાં કોઈનાં
દિલની વાતો ધરી હતી
અપંગ અને બિમારને ભાળી
નયણે નીર ભર્યું હતું
રે મનવા તારું જીવન કેવું હતું
ધૈર્ય અને ધિરજ ને ધારી
પ્રકાશ તેં ફેલાવ્યો હતો
દિવાદાંડીને આદર્શ માની
લક્ષ્ય તારું તેં સાધ્યું હતું
રે મનવા તારું જીવન કેવું હતું

મૂઢ મન

January 22nd, 2007

caun85wp.jpg મૂઢ મન મૂર્છામાંથી જાગ
       દાઝતાં જ્ઞાન છે આગ

        જ્ઞાન કાંઈ સિમિત નથી
        તેને આરંભ કે અંત નથી

        સાગર કિનારે છિપલાં અનેક
        એકઠાં કર્યા વિધવિધ બારેક

         પુસ્તકોનું ઉછીનુ ગાન
         માની બેઠો તેને જ્ઞાન

         અજ્ઞાનીની મેંઢક જેવી વાણી
         જ્ઞાનીને મુખે ફૂટે સરવાણી

તું

January 22nd, 2007

cadpbfr4.jpg 

  તારા દર્શનની ઝલકે મારા દિલમાં આનંદ ઉભરાણો
    તારા સાંનિધ્યે શ્રીજી મારા નયનોમાં પ્યાર છલકાણો
    તુજને મળવા આતુરતાથી આવી ઊભી હું નાથદ્વારા
     તારી શોભા હું શું વરણું મારી તુચ્છ વાણી દ્વારા
     તારું સુંદર પુલકિત મુખડું હરી ગયું મારા સાન અને ભાન
     તારા નેણ કટાક્ષે ઘાયલ વિસરી ગઈ હું મધુરું ગાન
     તારી સંગે મુરલીમનોહર મોરપીંછ મસ્તકે લહેરાય
     ઝારી બંટા માખણ મિસરી પાનનાં બીડા શોભિત થાય
     આંગણ લીંપ્યું દીનતાએ સંવર્યું આવો હે ગિરધારી
     મીટ માંડી છે નિરાશ ન કરશો નિરખું વાટ તમારી
     ક્યારે પધારશો ઝિઝક ન કરશો બિરાજો અંતરમાંહી
     હ્રદય સિંહાસન ખાલી પડ્યું છે તારે કાજ મુરારી

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.