પૂછજે January 25, 2007
Posted by pravinash in : કાવ્યો , trackback સર્જનતાનો આનંદ કલાકારને તું પૂછજે
આનંદની મધુરતા પ્રેમેથી પૂર્ણ કરજે
આનંદમય કર્મ ભક્તિ વગર અધૂરું
ગોકૂળની કાનલીલા ગોપીઓના પ્રેમે પૂરી
ભક્તિવગરનું કર્મ પાણી વિનાની મછલી
સમન્વય બંનેનો વસંત જાણે ખીલી
આનંદ અને પ્રેમ સિક્કાની બે છે બાજુ
શરીર રૂપી વનનું મધુવનમાં પરિણમવું
જ્ઞાન સભર ભક્તિ પુલકિત કર્મ દ્વારા
કર્મ ભક્તિ સોહે જ્ઞાને આનંદના ઊઠે નારા
સફળતા જીવનમા ત્રિવેણી સંગમ સાધ્યો
માધુર્યનું પ્રાગટ્ય જીવનનો મર્મ લાધ્યો



Powered By
Comments»
no comments yet - be the first?