Archive for January 5th, 2007

નિશાની

January 5th, 2007

ca50it9r.jpg 

  આજે હાજરીનો અભાવ છે
  ગેરહાજરીમાં હયાત છે
  યાદોંની સજી બારાત છે
  ને શરણાઈ નો ગુંજરાવ છે
  ખૂણેખાંચરે હસ્તી છે
  નજર્યું સમક્ષ તરવરતી છે
  ફૂલોથી મઘમઘ બાગ છે
  ને ફળોથી લચેલ ડાળ છે
  કણકણમાં માળીની યાદ છે
  પ્યારનો તેમાં સાદ છે
  આપ્યાં વચનને પાળ્યાં છે
  ને નિશાનીઓની માળા છે
  પ્રભુની વરસી ક્રુપા છે
  આંગણમાં ઉજાસ છે
  આનંદ ઉલ્લાસ છાયા છે
  ને હસ્તી નો અહેસાસ છે 

જીંદગીની મજા

January 5th, 2007

cajn0r3d.jpg

   શાકાજે કડાકૂટ કરો છો

  અમે અમે છીએ તમે તમે છો

  અમે તમે નથી થવાનાં

  તમે અમે નથી બનવાનાં

  શાને માથાઝીંક કરવાના

  અમારા અંતરની વાત

   તમે નહીં સમઝવાનાં

   તમારા મનમાં શું ચાલે છે

   અમે નહીં કળી શકવાનાં

   અમારા વગર તમને નહીં ચાલે

   તમારા વગર અમને નહીં ફાવે

   શા કાજે કડાકૂટ કરો છો

   અમે તમારી સંગે સુખી

   તમે અમારી ઉપર ફીદા   

   તેથી જ તો જીંદગીની મજા

વિલાય ના

January 5th, 2007

cahbvref.jpg

 નરસિંહને સાંપડી ભાભી
ને મહેતા બન્યા ભગત
મીરાંને મળ્યો રાણો
ને બાઈએ જીત્યું જગત
પત્નીનાં મહેણાં સુણી
તુલસીએ રચ્યું રામાયણ
પતી વિયોગે પાગલપમી
સંસારમાં ન લાધ્યા અમી
જીવન ભાસે ઝાંઝવા સમ
ધિરજ ધર કરતાર ને નમ
રાખ ભરોસો રાધાવરનો
હાથ ઝાલ શ્યામસુંદરનો
શ્રીજી ચરણે મસ્તક મૂકી
શરણે પહોંચી નજર્યું ઝૂકી
આશાનો તંતુ ટૂટી જાય ના

અંતે વદને હાસ્ય વિલાય ના

ઉંઘ

January 5th, 2007

cawh2wqq.jpg 

   રાતે ઉજાગરા ઉંઘ ન આવે

   અંતરમાં જઈને ડૂબકી લગાવે

   ભાળ કાઢેને તારણ લાવે

   આજે કોઈનું મન દૂભવ્યું જણાયે

   શું પામ્યા શું ખોયું જો જાણે

   કદી કોઈને ના દૂભવે લગારે

    રાતે ઉજાગરા ઉંઘ ન આવે

   અંતરમાં જઈને ડૂબકી લગાવે

   મનને ટટોળે ઉત્તર પામે

   શાને કરી નિંદા કોઈની આજે

   સમય કિંમતી વેડફ્યો શાકાજે

   નીંદાથી લીધા અબોલા આજે

   ઈર્ષ્યા બરાબરી કોઈથી શાથી

  સંતોષ સદા આદત છે સીધી

  રાજી રહો જે દીધું છે તાતે

   સમરો ઊઠો રોજ વહેલી પ્રભાતે

   રાતે નિંદરરાણી બનીઠનીને આવે

   સ્મિતની લહેરખી વદને લહેરાવે

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.