અજવાળા January 25, 2007
Posted by pravinash in : ભજનો , add a comment અંધારા ઉલેચીને
હે પ્રભુ અજવાળાં ફેલાવો, ફેલાવો
મનની અટારીએથી માયા મૂકાવી
હે પ્રભુ મહેકાવો , મહેકાવો
દિલનાં દુખડા દૂર કરી
હે પ્રભુ દર્દથી સજાવો, સજાવો
વાણીની સરિતા દ્વારા
હે પ્રભુ વહાલને વરસાવો, વરસાવો
કર્મની કુંપળોને સત્કર્મથી
હે પ્રભુ સોહાવો, સોહાવો
વર્તન સુંદર ને વિનયથી
હે પ્રભુ શણગારો, શણગારો
નાનીશી પ્રેમની દીવી પ્રગટાવી
હે પ્રભુ અજવાળાં ફેલાવો, ફેલાવો
પાત્ર January 24, 2007
Posted by pravinash in : ચિંતન લેખ , add a comment જીંદગીમાં પાત્ર કાચનું મળે કે સુવર્ણનું તેનો અફસોસ ન કરવો.
તમારું પાત્ર પોકળ સાબિત ન થાય તેનો હરહંમેશ ખ્યાલ રહે
તે અત્યંત આવશ્યક છે.
કાચનું પાત્ર ફૂટી જવાનો ભય સતાવશે. સુવર્ણનું પાત્ર
ચોરાઈ જવાનો ડર શાંતિની નિંદ્રા પણ નહીં લેવા દે. જો
તમે પોકળ યા તકલાદી નહીં હો તો આ જગે તમે સફળ
પૂરવાર થશો.જીવનમાં સંયમ, વૃત્તિઓ પર લગામ અને
જિહ્યાગ્રે સરસ્વતિનો વાસ જારી રાખશો.
પાત્રતા કેળવવામાં અને સાચવી રાખવામાં તે ખૂબજ
મહત્વનો ભાગ ભજવે છે.સફળતા પ્રાપ્ત કરવાની ચાવી
આપણાં જ હાથમાં છે. સફળતા તમારા ચરણ ચૂમશે.
ઈશ્વરને દોષ દેવો, સંજોગોનું આવલંબન લઈ હાર
કબૂલવી એ વિરલાનાં કામ નથી. આપણે પોતે શુભ
કરવાને શક્તિમાન છીએ.જીવનમાં આંધિ યા શાંતિ
આપણાપર આધારિત છે.
વિચાર વિનિમય
Posted by pravinash in : Uncategorized , add a comment ૧.
પંચમહાભૂતથી બનેલો આ નશ્વરદેહ જ્યારે અમૂર્ત થાય છે.
ત્યારે રાખ સિવાય કાંઈજ શેષ રહેતું નથી.એજ દેહ
કરૂણા, દયા, નિસ્વાર્થ, સહનશિલતા અને ક્ષમા
જેવા પાંચ તત્વોનો બન્યો હોય તો અંત સમયે સુગંધ
પ્રસારતો પ્રક્રુતિમાં ફેલાઈ જશે અને અવશેષ રૂપે મધુરી
યાદો ખોબલાં ભરીને રહેશે.
૨.
જો દિલ તૂટે અને ગાંઠ પડતી હોય તો લાંબા અરસા
પછી દિલ, દિલ મટીને ગાંઠોનો દડો બની જશે.
એક વસ્તુ જરૂર કરવી દિલ તૂટે એનો અવાજ ન
આવવા દેવો અને ગાંઠ પડવા ન દેવી.
૩.
જીંદગીનું ચઢાણ કપરૂં છે, ખાડાટેકરાવાળું છે કિંતુ
કુદરતની આપેલી શક્તિ અમાપ છે. શ્રધ્ધા સંપૂર્ણ
છે.
૪.
જીંદગીના રાહ પર ચાલતા થાકી જવાય તે મંઝૂર
છે પણ હારી જવાય,
ના— ના—- ના—–.
૫.
સંવાદ વિવાદ વિખવાદ
સંવાદઃ શાણી સમજદાર અને અનુભવી વ્યક્તિ
વચ્ચે સંવાદ સર્જાય છે.
વિવાદઃ એકજ વિષયમાં પારંગત વ્યક્તિઓ
વચ્ચે તંદુરસ્ત વિવાદ સંભવ છે.
વિખવાદઃ સંસારમાં એક્થી વિષેશનાં સાન્નિધ્યમાં,
સામેવાળી વ્યક્તિની હા માં હા કરવાથી
વિખવાદ ટાળી શકાય છે.
તોયે શું?
Posted by pravinash in : કાવ્યો , add a comment
તું હોય તોયે શું
ન હોય તોયે શું
તું આવે તોયે શું
ન આવે તોયે શું
તું પાસ તોયે શું
કે દૂર તોયે શું
તું હસાવે તોયે શું
કે રુલાવે તોયે શું
તું પ્રત્યક્ષ તોયે શું
યા પરોક્ષ તોયે શું
તું દિલમાં હંમેશ
મીઠી યાદોંમાં હરહંમેશ
મા January 23, 2007
Posted by pravinash in : કાવ્યો , add a comment
આવો માને કરીએ પ્રણામ
મા તું ત્યાગનું પ્રમાણ
અંતરે તારે પ્રેમ નું ગાન
હરદમ દે આશિષનાં દાન
આવો માને કરીએ પ્રણામ
મા તેં ઘસી તારી આ કાયા
ન રાખ્યા સ્વાર્થ ને કદી માયા
બાળકોના સુખે વધે તારી શાન
આવો માને કરીએ પ્રણામ
મા તને શ્રીજીનો સહારો
શ્રીવલ્લભ ઝાલે હાથ તારો
મુખ કમળે અષ્ટાક્ષરનું ગાન
આવો માને કરીએ પ્રણામ
શ્રીજી સુણતું વિનતી ‘પમી’ની
માવડીની છે સેવામાં લગની
સુમિરન કરતાં છૂટે તેનાં પ્રાણ
આવો માને કરીએ પ્રણામ
બે શબ્દ
Posted by pravinash in : Uncategorized , add a comment મન માનસ મનન
આ ત્રિવેણી સઁગમના મધ્યમાઁ છે મન.
જે અતિ ચઁચળ છે
મનને મનન દ્વારા મથીને માનસ
‘નવનિત’ તૈયાર કરવાનો પ્રયાસ
કરે છે.
ચઁચળ મન
સમતા માનસ
નવનિત મનન
કુમકુમ પગલાં
Posted by pravinash in : કાવ્યો , add a comment
તું આવી છે શરમાતી આંગણ મહીં
તારા કુમકુમ પગલે લાવી
ઉમંગ આનંદ અંજલી ભરી
શ્રીજી પ્રભુની ક્રૂપા થઈ તું ઘર દ્વારે આવી ઉભી
પાપાજીનાં આશિષ વરસે સ્નેહનો સાગર નિર્મળ બની
રાજનનાં જીવનને તારો સ્પર્શ આહ્લાદક આવી મળ્યો
નમ્રતા રૂપીનનાં દિલમાં આજે સ્નેહનો સાગર ઉમટી રહ્યો
અવિ અનુજ આશયને તારા મીઠા મધુરાં વેણ મળ્યાં
મમ્માનાં હ્ર્દયમાં આજે સ્નેહનો સાગર છલકી રહ્યો
મોજા પાણી છે અભિન્ન દૂધ સાકર જેમ ભળી ગયાં
‘અવિપમી’નાં સંસારમાં આજે સ્નેહનો સાગર સ્થિર થયો
બહાર
Posted by pravinash in : કાવ્યો , add a commentજીવનમાં બહાર આવી જેનાં પગરવને સુણી
જેના આગમનને કારણ દિલ ધબકારો ચૂક્યું
આ એજ વ્યક્તિની યાદે હું સૂનમૂન બેઠી છું
સુંદર સંસ્કાર અર્પી બાળકોમાં ગુંથાઈ
માયા મમતાનાં બંધન સાથી સંગે સોહાવી
આ એજ વ્યક્તિની યાદે હું ગુમસુમ બેઠી છું
ફૂલવાડી સિંચિત થઈ કળફૂલથી ઉભરાઈ
માળી વિણ બગિયાંની હું મહેક માણું છું
આ એજ વ્યક્તિની યાદે હું સ્વપનાં જોતી છું
વણ માગ્યે જીવનમાં લહર આનંદની ઉઠી
પ્રભુ તારી દયાની હું કરૂણાને યાચું છું
આ એજ વ્યક્તિની યાદે જીવનને પાવન માનું છું
મોજાની મસ્તી
Posted by pravinash in : કાવ્યો , add a comment
દૂર દૂર દૂર કહીં તું મુજને બોલાવ
તું મુજને બોલાવ
તારી સમીપે આવું હું તું જગને ભૂલાવ
તું જગને ભૂલાવ
જો તારો મારો સંગ હોય અનેરો એ આનંદ હોય
મોજાંની એ મસ્તીમાં તું મુજને ભિંજાવ
તું મુજને ભિંજાવ
ઓરો આવ તું આઘો જા પગની પાની પલાળતો જા
ઠંડી હવાની સરગમમાં દિલના તાર તું છેડતો જા
જો રંગાઈ તારા રંગે દૂજોના લાગે અંગે
મોજાની એ મસ્તીમાં તું મુજને ભિંજાવ
તું મુજને ભિંજાવ
તારી અફાટ જળરાશીમાં મુજને તું સમાવતો જા
તારી નિકટતા પામીને તુજમાં લીન કરતો જા
જો સમાણી તારા ઉરમાં જાગી હું ભર નિંદરમાં
મોજાની એ મસ્તીમાં તું મુજને ભિંજાવ
તું મુજને ભિંજાવ
ઓરા આવો
Posted by pravinash in : ભજનો , add a comment ઓરા આવો તો વહાલાં નિરખું શ્રીનાથજી
આંખલડી મારી પાવન થાયે શ્રીનાથજી
તમ સાથે જોડી પ્રિતડી શ્રીનાથજી
હૈયું હાથ રહ્યું જાય ના શ્રીનાથજી ઓરા આવો—
કાનમાં કહેવી તમને વાતડી શ્રીનાથજી
મંગલ આશિષ વરસાવો શ્રીનાથજી ઓરા આવો—-
તમ ક્રૂપાએ જીવનમાં ભાત છે શ્રીનાથજી
ભક્તોનો સંગ રૂડો પામી શ્રીનાથજી ઓરા આવો—-
બંસીના નાદે થઈ ઘેલી શ્રીનાથજી
રાસલીલામાં ભાન ભૂલી શ્રીનાથજી ઓરા આવો—
હ્રદયનાં દ્વાર ખૂલ્લાં મૂક્યા શ્રીનાથજી
આગમનની ઘડીઓ ગણાતી શ્રીનાજી ઓરા આવો—
જીવન પથપર સંગ તારો શ્રીનાથજી
અંત સમયે સાથ સાધજો શ્રીનાથજી ઓરા આવો–


Powered By