Archive for January 8th, 2007

ભરવાડણ

January 8th, 2007

      

હાથમાં છે લાકડી ઓઢી કાળી કાંબળી   
ડચકારે ચારતી બકરીઓનું ધણ
  

હડી હડી કાઢતી પવન સંગે ઉડતી    
સીમમાં દીઠી ઉછળતી ભરવાડણ   
સૂરજ કિરણ સંગે ગેલ કરતી   
ઘડીમાં ડાબે ઘડી જમણે ઘુમતી   
 વહાલથી બકરીની પીઠ સંવારતી   
સીમમાં દીઠી  ઉછળતી ભરડવાણ    
ઝાડીમંહી ઘુમતી ઝાંઝર રણકાવતી   
હાથને વીંઝતી સાળુડો સંકોરતી   
બકરાંને દોહતી કૂતરાને પાતી   
સીમમાં દીઠી ઉછળતી ભરવાડણ   
લીલાં પાન ચારતી બેં બેં કરતી   
ટોળામહીં નિષ્ફિકર થઈ મહાલતી   
પકડદાવ રમતી ભેખડેથી સરતી

સીમમાં દીઠી ઉછળતી ભરવાડણ

હું

January 8th, 2007

  મારા કરતાં મોટો હું
  ધરતી પર અતીસુંદર હું
  ફૂલથી પણ હલકો હું
  હિમાલયથી ભારી હું
  મારી આગળ પાછળ હું
  અવ્યક્ત છતાં વ્યક્ત હું
  ગર્વથી છલકાતો હું
  પાણી કરતાં પાતળો હું
  અજ્ઞાનથી ઉભરાતો હું
  જ્ઞાની સમજી ગુમાની હું
  આવરણમાં લપેટાયો હું
  નરીઆંખે ન ભાળતો હું
  માન મર્યાદા ન જાળવતો હું
  ઉછંગ ઉદંડ ફરતો હું
  સાદ પાડીને ગાતો હું
  સાંભળવા છતાં બધિર હું
  હું ને મળવા વ્યાકુળ હું
  મળ્યા પછી અકળાતો હું
  હું હું બજારે ભટકતો હું
  હું ને પામી ના શકતો હું
 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.