મરણ January 25, 2007
Posted by pravinash in : કાવ્યો , trackbackતારા આગમનનો ના કોઈ અણસાર
તને ભેટીને જીવન રિસાય
તારું આવવું અનિશ્ચિત છે
આજે કે કાલે સવારે કે સાંજે
વરસાદ ઠંડી કે બળતે બપોરે
તારૂં આવવું અનિશ્ચિત છે
ઉઘાડી બારીએ કે બંધ દરવાજે
પવન પાલવડે કે વિજળીના વેગે
તારું આવવું અનિશ્ચિત છે
તને પામીને મુક્તિ મેળવાય
સંકલ્પો વિકલ્પો દૂર થાય
તારું આવવું અનિશ્ચિત છે
જીવન સંગે નો તારો પરિચય
મોટા જ્ઞાનીઓથી ના કળાય
તારું આવવું અનિશ્ચિત છે
તારા મહિમાની ચર્ચા થાય
સપ્રેમે જીવનનાં મોલ ભણાય
તારું આવવું અનિશ્ચિત છે


Powered By
Comments»
એ આવે ને આપણે ઓળખી ના શકીયે એવું પણ બને,
એનું ક્યાં કોઈ ઠેકાણું?પવન વેગે આવે ને જતો રહ એવું પણ બને…
ચીત્ર સરસ શોધ્યુ છે
જીવન જતુ રહેવાનુ છે તે ખબર છે છતા તેનો મોહ નથી છુટતો તેવા માહોલમાં મરણ નુ ગીત એ કવિયત્રીની ખુમારી છે.