Archive for January 12th, 2007

એક

January 12th, 2007

cam6cbo1.jpg 

હું એકની એક મારા અગણિત નામ છે
નાના મોટા અબાલ વ્રુદ્ધ સહુમાં સમાન છે
રૂપ રંગમાં નહી ફરક પણ ભિન્ન તેનો મિજાજ છે
દિકરી બહેન પત્ની માતા જૂજવાં તેના રૂપ છે
દેરાણી જેઠાણી મામી માસી નામે તે પંકાય છે
રૂપ રંગમાં નહી ફરક પણ ભિન્ન તેનો રૂઆબ છે
ઘડીમાં કાકી ઘડીમાં ફોઇ મા સાસુ ઉપનામ છે
દાદી નાની થઈને તેમાં સુગંધ ઉમેરાય છે
રૂપ રંગમાં નહી ફરક પણ ભિન્ન તેનો મિજાજ છે
મિત્ર બનીને યશની કલગી સિર ઉપર સોહાય છે
પ્રભુના ચરણે શીશ નમાવી કર્યો તેનો સ્વિકાર છે
રૂપ રંગમાં નહી ફરક પણ ભિન્ન તેનો રૂઆબ છે

અમેરિકાની બલિહારી

January 12th, 2007

અમેરિકા આવ્યા ભારત છોડી પહેરવેશ પણ બદલ્યો
ડોલર મેળવ્યા દૌલત ખોઈ રહ્યો દિલમાં વસવસો
હિસાબ માંડો શું પામ્યા ને વળી શું ખોયું
શું પામ્યા શું પામશો શેનો દેશો વારસો
ભાષાનો વાટ્યો ભાંગરો બન્યો ધોબીનો કૂતરો
નાચો પિઝ્ઝામાં પરોવાયા ખોયો દાળને રોટલો
વહુ જમાઈ અમેરિકન આવ્યાં ભૂલ્યા સ્વની પહેચાન
ધર્મ સંસ્કારની હોળી સળગાવી રહ્યું ના કંઈ ભાન
અશોકમાંથી ‘એશ’ થયોને હિરાલાલ થયો ‘હેરી’
અરૂણા ‘એરિન’ થઈને ‘પાના’ પન્ના થઈ

કેમ છે

January 12th, 2007

ca01qfil.jpg 

    કેમ છે?

    મોરલાએ આવી મારા કાનમાં ધીરે કહ્યું

      કેમ છે? કેમ છે? કેમ છે?

    આંખમાં આંખને પરોવીને ફરી પૂછ્યું

      કેમ છે? કેમ છે? કેમ છે?

    વસંત ખીલી હતી ને ફૂલની હાજરીમાં

      મેં કહ્યું હેમખેમ છે, હેમખેમ છે, હેમખેમ છે

      મનોહર રૂપે  મોહી માણ્યો તારી છટાનો

      રૂઆબ છે રૂઆબ છે રૂઆબ છે

      ટહૂકા સૂણી મારા અંતરમાં આનંદની સરવાણી

      ફૂટી છે ફૂટી છે ફૂટી છે

      મયૂર નૃત્ય ભાળી મારે હૈયામાં દિલડું

      ધબકે છે ધબકે છે ધબકે છે

      તારું રૂપ તારી છટા તારું ગૌરવ આંખડીને

      ભીંજવે છે ભીંજવે છે ભીંજવે છે

      કૂદરતની સૃષ્ટિ પર હેત કિરતારનું એમનું

      એમ છે એમ છે એમ છે

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.