Archive for January 25th, 2007

૨૬મી જાન્યુઆરી મારો ભારત દેશ

January 25th, 2007

flag-india1.gif
જ્યાં માનવ જીવન સજી રહ્યું છે
      ભારતમાને ચરણે
  એ  ભારત દેશ છે મારો
  જ્યાં સંસ્ક્રુતિનાં ગાણા ગાતી
      વેદ ઉપનિષદની વાણી
   એ ભારત દેશ છે મારો
  જયાં આશા ઉમંગો ધરતીમાના
       કણ કણમાં પથરાયા
  એ ભારત દેશ છે મારો
  જ્યાં સત્ય અહિંસા કર્મ ભક્તિનાં
       પ્રકાશ છે રેલાયા
   એ ભારત દેશ છે મારો
    જ્યાં નિર્ભયતાની મશાલ દ્વારા
        શ્રધ્ધાના અમ્રૂત  પાયા
    એ ભારત દેશ છે મારો
   જ્યાં સ્વાભિમાનની શક્તિ દ્વારા
      જ્ઞાનની વરસે ધારા
    એ ભારત દેશ છે મારો
   જ્યાં સરળતાનાં આંધણ દ્વારા
       પ્યારનાં પિરસે  ભાણાં
   એ ભારત દેશ છે મારો
       સૌને પ્રજાસત્તાક દિવસની વધાઈ
                જયહિંદ
    

પૂછજે

January 25th, 2007

cat-with-flower.jpg 

   સર્જનતાનો  આનંદ કલાકારને તું પૂછજે
           આનંદની મધુરતા પ્રેમેથી  પૂર્ણ  કરજે
           આનંદમય  કર્મ ભક્તિ વગર અધૂરું
           ગોકૂળની કાનલીલા ગોપીઓના પ્રેમે પૂરી
           ભક્તિવગરનું  કર્મ પાણી વિનાની મછલી
           સમન્વય બંનેનો વસંત જાણે  ખીલી
           આનંદ અને પ્રેમ સિક્કાની બે છે બાજુ
           શરીર રૂપી વનનું મધુવનમાં પરિણમવું
           જ્ઞાન સભર ભક્તિ પુલકિત કર્મ દ્વારા
           કર્મ ભક્તિ સોહે જ્ઞાને આનંદના ઊઠે નારા
           સફળતા જીવનમા ત્રિવેણી સંગમ સાધ્યો
           માધુર્યનું પ્રાગટ્ય જીવનનો મર્મ  લાધ્યો
            

મરણ

January 25th, 2007

geometry-of-death.jpg 

તારા આગમનનો ના કોઈ અણસાર
       તને ભેટીને જીવન રિસાય
           તારું આવવું અનિશ્ચિત છે
       આજે કે કાલે સવારે કે સાંજે
       વરસાદ ઠંડી કે બળતે બપોરે
          તારૂં આવવું અનિશ્ચિત છે
       ઉઘાડી બારીએ કે બંધ દરવાજે
       પવન પાલવડે કે વિજળીના વેગે
           તારું આવવું અનિશ્ચિત છે
        તને પામીને મુક્તિ મેળવાય
        સંકલ્પો વિકલ્પો દૂર થાય
           તારું આવવું અનિશ્ચિત છે
        જીવન સંગે નો તારો પરિચય
        મોટા જ્ઞાનીઓથી ના કળાય
            તારું આવવું અનિશ્ચિત છે
         તારા મહિમાની ચર્ચા થાય
         સપ્રેમે જીવનનાં મોલ ભણાય
              તારું આવવું અનિશ્ચિત છે

હુંકાર

January 25th, 2007

અહંકાર નો હુંકાર તું મનમાંથી કાઢ
    મનમાંથી કાઢ તારા ચિત્તમાંથી કાઢ
     અહંકારનો વિકાર તારો રૂંધશે વિકાસ
     રૂંધશે વિકાસ તારો કરશે રકાસ          અહંકારનો—-
   અહંકારનાં પ્રકાર અગણિત ચિક્કાર
     બુધ્ધિ પ્રતિભા કાર્યદક્ષતાનો પુકાર       અહંકારનો—–
   દુર્યોધનનો અહંકાર લાવ્યો કૌરવ સંહાર
     રાવણ અહંકાર ધર્યો લંકામાથે ભાર       અહંકારનો—–
   અહંકારનો ઈલાજ સરળ સ્વભાવ
      સરળ સ્વભાવે સોહે પ્રભુનો  સહવાસ    અહંકારનો  

અજવાળા

January 25th, 2007

 risingsun.gif

 અંધારા ઉલેચીને
       હે પ્રભુ  અજવાળાં ફેલાવો, ફેલાવો
       મનની અટારીએથી માયા મૂકાવી
        હે પ્રભુ મહેકાવો , મહેકાવો
        દિલનાં દુખડા દૂર કરી
        હે પ્રભુ દર્દથી સજાવો, સજાવો
        વાણીની સરિતા દ્વારા
         હે પ્રભુ વહાલને વરસાવો, વરસાવો
         કર્મની કુંપળોને સત્કર્મથી
          હે પ્રભુ સોહાવો, સોહાવો
          વર્તન સુંદર ને વિનયથી
          હે પ્રભુ શણગારો, શણગારો
          નાનીશી પ્રેમની દીવી પ્રગટાવી
          હે પ્રભુ અજવાળાં ફેલાવો, ફેલાવો     

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.