હુંકાર January 25, 2007
Posted by pravinash in : કાવ્યો , trackbackઅહંકાર નો હુંકાર તું મનમાંથી કાઢ
મનમાંથી કાઢ તારા ચિત્તમાંથી કાઢ
અહંકારનો વિકાર તારો રૂંધશે વિકાસ
રૂંધશે વિકાસ તારો કરશે રકાસ અહંકારનો—-
અહંકારનાં પ્રકાર અગણિત ચિક્કાર
બુધ્ધિ પ્રતિભા કાર્યદક્ષતાનો પુકાર અહંકારનો—–
દુર્યોધનનો અહંકાર લાવ્યો કૌરવ સંહાર
રાવણ અહંકાર ધર્યો લંકામાથે ભાર અહંકારનો—–
અહંકારનો ઈલાજ સરળ સ્વભાવ
સરળ સ્વભાવે સોહે પ્રભુનો સહવાસ અહંકારનો



Powered By
Comments»
no comments yet - be the first?