Archive for January 7th, 2007

રોટલો

January 7th, 2007

 

આ કાયાનો મોહ કેટલો
  ભૂખ્યા જનને મન રોટલો
  સંતૃપ્તિ થઈને છૂટી બાથ
  ભૂખ મટી સંતોષનો સાથ
  કાયાની માયામાં કંઈક ફસાયા
  રોટલાની પળોજણમાં હાથ ઘસાયા
  માટીની કાયા માટીમાં મળવાની
  રોટલાની મઝા જાતે રળવાની
  કાયાના કામણથી કોઈ ન બચ્યું
  રોટલાનાં ચક્કરમાં જગ ફસ્યું
  કાયા છે કુદરતની કરામત
  રોટલો માનવીની નજાકત
  કાયા સહે અગ્નિની ઝાળ
  રોટલા સારું હૈયુંન બાળ
   

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.