Archive for February, 2007

યાદ આવે છે

February 9th, 2007

images5.jpg

પ્રથમ મુલાકાત નો રોમાંચ યાદ આવે છે
  કોઈ ચોઘડિયું જોયું ન હતું તેનું સ્મરણ છે

  શું આને જ  ઊપરવાળો ઈશારો કહેતો
  ચપટી માંગી હતી ને ખોબલો ભર્યો હતો

  પહેલાં આંખો મળી ને પછી મળ્યા વિચાર
  દિલ મળ્યા અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા ચાર

  સુહાની એ જીદગીનાં મીઠાં મધુરા વર્ષો
  પ્યારમાં મસ્ત દુનિયાથી આછો રિશ્તો

  હેતની સરવાણી બગિયામાં પુષ્પો ખિલ્યાં
  સંસારમાં ગુંથાઈ હેતને  હિંડોળે  ઝૂલ્યા

  ચાલ્યા ગયા વિદાય માંગી મૌન દ્વારા
  કરૂણા સભર આંખે મહોર મારી અશ્રુ દ્વારા   

સ્વિકાર

February 8th, 2007

images54.jpg

 આ જીંદગી દિધી પ્રભુએ પ્રશ્ન આવીને ઉભો
       તેને સફળ કરવી કે નિષ્ફળ ઉત્તર તેનો ના દીધો

       માગ્યા વગર અગણિત ખજાનો મેળવીને તેં લીધો
       સત્કર્મને  વર્તન  દ્વારા  દીપાવીને તેં દીધો

       આશય જેનો સ્વાર્થ  તેનો કળવો મુશ્કેલ છે
       ઉપકાર માની સંસ્કારથી ઉજાળવાનો ધર્મ છે

      ધ્યેય રાખી પ્રગતિનાં સોપાન પર તેં પગ દીધો
      શ્રધ્ધા જેણે છે  જતાવી  દિલમાં  દીવો  કીધો

      ગુણ તેનાં ગાંઉ હું  આભાર હું  દિલથી  ચાહું
      ભાવના અભિવ્યક્ત કરી રૂણથી હું મુક્ત  થાઉં

      સેવા સુમિરન ભક્તિભાવથી તેની હું નજદીક સરું
      શરણું  સ્વિકારી તે પ્રભુને  મારગડે હું ડગ ભરું

      જીંદગીનો અંત મ્રુત્યુ નિશ્ચિત છે તે ક્રમ જેનો
       શિરનમાવી હાથ જોડી સ્વિકાર તેનો મેં કીધો

     

ક્યાં છો?

February 8th, 2007

images40.jpg

  મુક્તિ ઈચ્છો છો?     બંધાયા ક્યાં છો.
   
     છૂટવું  છે?        બંધન જ નથી.

     ગુંચવાયા છો?      ગાંઠ જ નથી.

     ઠોકર વાગી?       પથ્થર જણાતો નથી.

      નશામાં ચૂર છો?     શરાબ જ નથી

        મદહોશ છો?        હોશ ગુમાવ્યો નથી.

     ગુમરાહ છો?        રાહ ઓઝલ થઈ નથી.

     રસ હીન છો?        રસની ધારા સૂકાઈ નથી.

     દર્શનનાં આતૂર છો?    સર્વવ્યાપી છે.

     ઉતાવળા છો?        ધિરજ ખૂટી નથી.

     સ્વાર્થી છો?          પ્રેમ સૂકાયો નથી.

     અહંકારી છો?         તો સંસારી નથી.

     ડૂમો ભરાયો છે?       હાસ્ય સઘળે છે.

     આધ્યાત્મમાં માનો છો?   જીવન ગહન નથી.

     ભૌતિકતા ગમે છે?     આધ્યાત્મ પિછાણ્યું નથી.

     શોકમાં ઘેરાયલાં છો?   આંખ ખૂલ્લી નથી.

     પ્રારબ્ધ ભોગવો છો?    બંડ પોકારવું નથી.

     પુરૂષાર્થ કરો છો?       ફળની તમન્ના નથી.

     નસીબમાં માનો છો?     ઈશમાં વિશ્વાસ નથી.

     ઈશ્વરમાં માનો છો?      તેના જેવો બીજો સહારો નથી.    
     
 

માછલી

February 8th, 2007

fish_.gifimages29.jpg

અજે જે લખી રહી છું એ વિચિત્ર લાગશે પણ ગમશે.
      માછલી ઘર

     ખારા જળમાં તરતી ને મીઠા જળમાં   વિહરતી
     ઘરના માછલી ઘરની શોભા નથી  ઉતરતી

     બંધન નહીં અનુશાસન નહીં મનફાવે ત્યાં ફરવું
    ડર નહીં ગભરાહટ નહીં મદમસ્ત બનીને જીવવું

    નાનાં નાનાં બાળ મુજને નિરખી હસી હરખાતાં
    ઘરમાં પ્રાણ ભરું વિચારે અંગો ઝૂમીને અંગડાતાં

    માછીમારથી ના ગભરાવવું ભોજન બની ના પીરસાવવું
    આઝાદ બનીને ઘુમવું  ઘરનાં મધ્યને દીપાવવું

   નથી અફસોસ બંધિયારનો કે નથી ફરિયાદ જળની
   ઘરનાં માછલીઘરમાં રંગીન સુહાની જીંદગી ગુજરવાની
   
         હવે સુણો  મારો  ચિત્કાર
           પ્રયોગશાળામાં
 
     ક્યાં ગયું એ રૂપ અને ક્યાં ગઈ ચપળતા મારી
     હાથમાં જોઇ છરી અને કાતર ભાંગી પડી હિંમત મારી

     મને વાઢશો  મને કાપશો અંગ ઉપાંગો જુદા કરશો
     ચીપિયા વડે ઉવેખી મુજને અંદરથી નિરખશો

     આંખ મારી કોચી કાઢી હ્રદય ઉપર તળે કર્યું
     પેટ મારું પાતાળે ને  આંતરડું  ગુંચવાઈ ગયું

    હશે, મારા પર કરી વાઢકાપ શું ભેદ ઉકેલ્યો?
  કુદરત મારી તરફેણમાં ફરી અવતરીશ એ ભેદ વણઊકલ્યો

‘મુક્તિ’ માનવીનાં મનમાંથી સાભાર

February 7th, 2007

images16.jpg 

 એક વખત ઇરાનના સોદાગરને ભારત આવવાનું થયું. તેણે
   પોતાના દરેક સંબંધી અને કુટુંબીને ભારતથી શું લાવવું તે પૂછ્યું
   અને તે તે વસ્તુઓ લાવી આપવા વચન આપ્યું. તેની પાસે એક
   પ્યારો પોપટ હતો. સોનાનાં પિંજરામાં તેણે તેને રાખ્યો હતો.બહુ
   જ મીઠું બોલતો, સમજતો અને સૌનું મન હરી લેતો;મીઠી મીઠી
   વાતો કરી તેને રોકી રાખતો. સોદાગરે તેને પૂછયું; ભારતથી તારે
   માટે શું લાવું?
    પોપટે કહ્યું; ભારતમાં આપ મારા મિત્રોને મળજો અને એ પોપટ
    પાસે હું શી રીતે મુક્ત થઉં તે પૂછી લાવજો.અલબત્ત, એ વાત આપ
    મારા પહેલાં જાણી લેશો અને હું મુક્ત ન થઈ શકું તે માટે ઉપાય કરવાનો
   આપને પૂરતો સમય હશે,ીટલે મારી આ માગણી અનુચિત નથી.
    સોદાગર ભારત આવ્યા. પોતાના ગાલીચા,મેવા વગેરે માલ વેચીને ઘણે
    સમયે ઘર તરફ આવવા નીકળ્યો. સૌ માટે તેણે ભેટ ખરીદી હતી.રસ્તે  
    જંગલમાં તેણે પોપટ જોયા અને પેલો પોપટ યાદ આવ્યો.
     તે પોપટ પાસે જઈ તેણે પૂછયું;’ભાઈઓ તમારો એક ભાઈ મારે ત્યાં
   સુવર્ણને પિંજરે મોજથી રહે છે. તેણે પૂછાવ્યું છે કે તેની મુક્તિનો ઉપાય શો?’
   આ સાંભળી સર્વ પોપટ ઊડી ગયા, પણ એક પોપટ તો આ વાતના આઘતથી
   બેહોશ થઈ ઢળી પડ્યો અને મરણ પામ્યો.સોદાગરને દુખ થયું. તે તો ઉદાસ
   થઈ, મરેલા પોપટને ત્યાં જ છોડી દઈ ઘર તરફ આવ્યા.તેણે પોતાના પોપટ ને
   આ દુખદ સમાચાર ન આપવા એમ નક્કી કર્યું. એટલે તેણે ઈરાનથી આવી સર્વને
   તેની ભેટો આપી, પણ પોપટને મળવા જ ન ગયો.પણ એવું કેટલા દિવસ ચાલે?
  એક દિવસ તો તે પોપટના ઓરડામાં જઈ પહોંચ્યો.પિંજરા સાથે પોતાની ચાંચ
   ઘસતા સોદાગર પાસે પોતાની મુક્તિની વાત પૂછી; હવે તો મને મુક્ત ન થવા
   દેવાના સઘળા ઉપાય કરી લીધા હશે. તો કહો તો ખરા, ભારતના મારા ભાઈઓએ
   મુક્તિ માટે શો ઉપાય બતાવ્યો. સોદાગરે ઉદાસ ચિત્તે કહ્યું; ભાઈ,એ વાત પૂછીશ
   તો દુખ થશે. તારા મિત્રોને મેં તારી કેદની વાત કરી તો તે વખતે જ એક પોપટ
   તે સાંભળી બેહોશ થઈ મ્રુત્યુ પામ્યો……’
    સોદાગરે આટલું જ કહ્યું ત્યાં તેનો પોપટ પાંજરામાં બેહોશ થઈ ઢળી પડ્યો.
   જોતજોતામાં તેનો પ્રાણ ચાલ્યો ગયો.  સોદાગર દુખી થયો. પિંજરું ઉઘાડી
    તેણે મ્રુત્યુ પામેલા પોપટને આંગણામાં મૂક્યો. ત્યાં જ પોપટ ઊડીને સામે કાંગરે
    બેઠો.સોદાગર તાજ્જુબ થયો,ત્યારે પોપટે ઠાવકાઈથી કહ્યું; હે સોદાગર! તેં
   જ્યારે મારા જાતભાઈને ભારતમાં મુક્તિનો પ્રશ્ન પૂછયો ત્યારે તે આઘાતથી મરી
   ગયો નહોતો. તેણે મને સંદેશો આપ્યો હતો કે મરવાની ચેષ્ટા કર તને મુક્તિ મળશે.
  તેથી મેં પણ મરવાની ચેષ્ટા કરી અને તેથી તેં મને મુક્ત કર્યો.

પ્લાસ્ટિકનાં ફૂલ

February 6th, 2007

images46.jpg

  ખૂબ સુહાના મન લોભામણાં જાણે હમણાં બોલી ઉઠયા
     લીલા મઝાના પાનની મધ્યે રંગબેરંગી સોહી ઉઠયા

     મેજ ઉપર કલાત્મક ગોઠવણી ઓરડામાં છવાઈ ગઈ
      સુશોભિત ફૂલોની મધ્યે ભમરાનું ગીત સુણી રહી

     બારી ઉઘાડી પવન ડોકાયોને મસ્તીમાં ઝુમી રહ્યાં
     ઘડીમાં ડાબે ઘડીમાં જમણે વાયુ સંગ માણી રહ્યાં

     જીવતર કર્યું મુટ્ટીમાં બંધ સમય જાણે થંભી ગયો
     કદી કરમાવવું કે કળી બની ખીલવું ભાગ્યમાં લોપ્યું

     સ્પર્શ કર્યોને હેરત પામી ક્યાં છે સુંવાળપને જાન
     હળવેથી કહીશ પ્લસ્ટિકના ફૂલોને ન અનુભૂતિનું ભાન 

નાથ– નથી

February 6th, 2007

images34.jpgખોદ્યો ડુંગર કાઢ્યો ઉંદર
શાને ચૂંથે ખારો સમુંદર

મરજીવા મથ્યા શોધવા મોતી
થાક્યાં નયનો ગિરિધર ગોતી

માર ડૂબકી અંતરને તળીયે
આવ, ભેટીએ નાથને મળીયે

કર્મ અકર્મ વિકર્મ વીના જીવન નથી
ફળની આશા ન રાખવી સમઝણ નથી

સવારની સાંજ થવાની વિકલ્પ નથી
જન્મ જરા મ્રુત્યુ થંભે શક્ય નથી

ત્રિકોણ નો ચોથો ખૂણો
શોધીને થાકી ના જડ્યો
આખરે સત્ય સમજાણું
ત્રિકોણને હોય ત્રણ ખૂણા
માનવ મૂક મથામણ
વ્યર્થ ગુમાવીશ ના
જીવતરના ટાણા

સમય

February 6th, 2007

images26.jpg

 ન  કાનો ન  માત્રા સરળ  સમય
    પાણીના રેલાની જેમ સરતો સમય
    એકલતામાં  ન  મુંઝાતો  સમય
    ભીડમાં  ન  અટવાતો  સમય
    અંધારે  ન અથડાતો  સમય
    અજવાળે  આલિંગાતો સમય
    સુખમાં ભાસે  ટૂંકો  સમય
    દુખમાં કદી ન ખૂટતો સમય
    બાંધ્યો  ન  બંધાતો  સમય
    જવાનીમાં ઝાકમઝાળ સમય
    ઘરડે ઘડપણ ખોડંગાતો સમય
    જન્મ ટાણે  અધીરો  સમય
    પ્રથમ  મિલને  સુહાનો સમય
    રજાની મઝા માણતો સમય
    મ્રુત્યુની  ઘડીએ સ્તબ્ધ  સમય
        કદી  સમજદાર
           કદી  મઝેદાર
              કદી  યાદગાર
        જીવનની હરપળ, હરઘડી
        હરશ્વાસે હાજર કિંમતી સમય      

મારે આંગણ

February 5th, 2007

images44.jpg

  આજ સખી મારા આંગણીયામાં ખેલે નંદકુમાર  જો
   તોરણ બાંધ્યા દીવડાં પ્રગટાવ્યા અંતરે થયો ઉજાસ જો

   નંદકુંવરને પાયે રૂમઝુમ ઝાંઝરનો રણકાર  જો
   મોરમુગટ માથે ને  સંગે  સોહે  મોરપીંછ  જો
 
   કાળી કામળી હાથમાં લાકડી ગાયો ચારવા જાય જો
   ગોપબાળોની સંગે નટવર  નટખટ  સોહાય  જો

   મહીડાં માખણ ચોરી લાલો બેઉ  હાથે  મંડાણો જો
   મધુરી મીઠી વાંસલડીનાં  સૂરમાં ભાન ભૂલી  જો

   ગોપીઓની સંગે રાસલીલામાં વ્રજની રેણુ હરખે જો
   જુગલ જોડીની ઝાંખી કરતાં હૈયે હરખ ન માય જો

   હું તમારી તમે છો મારાં જીવનો થયો ઉદ્ધાર જો
   આવ્યા ત્યારે ભલે પધાર્યા અંતરે કીધો વાસ જો  

પળ

February 3rd, 2007

images8.jpgimages3.jpg 

 પળ પળ જીવવું પળ પળ મરવું જીવનની છે રીતિ
   પળ પળ નું આ બનેલું જીવન રાખો ન તેની ભીતિ

   પળ સુનહરી  પળ રંગીલી મેઘધનુની  ભાંતિ
   પળ ગમગીન પળ દર્દીલી કાળી ડિબાંગ રાત્રિ

   પળમાંહી આ જીવન ગુજરે આણે જીવનમાં શાંતિ
   ઉદ્વેગ ભરે એ મધુર પળોમાં  ફેલાવે અશાંતિ

   પળની કિંમત જે ના જાણે વેડફે તે અજ્ઞાની
   પળમાં વાવે પળો પછી પામે તે જાણે જ્ઞાની

   પળ વિપળને અવગણે ને આમંત્રે તે વ્યાધિ
   પળ પળની કિંમત પારખે સમતા તેને લાધી

   પળમાંહી જીવન છૂપાયું પ્યાસ જીવનની બૂઝી
   પળમાં જીવવાની પળમાં રાચવાની સાચી મતિ સુઝી  

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.