Archive for February, 2007

ગુજ્જુભાઈ

February 13th, 2007

images17.jpg

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

ગુજ્જુ એકુ ગુજ્જુ
ગુજ્જુ દો ભજીયા
ગુજ્જુ તેરી તુરિયા
ગુજ્જુ ચોકુ ચોકલેટ
ગુજ્જુ પંચે પાન
ગુજ્જુ છંકે છાશ
ગુજ્જુ સતે સાળેવડાં
ગુજ્જુ અઠે અવળાં
ગુજ્જુ નવે નાળિયેરી
ગુજ્જુ દસે દૌલત

કોફી ની કેફિયત

February 13th, 2007

images7.jpg

અમેરીકા આવીને આપણે ગુજ્જુભાઈ
      કોફી ના રવાડે ચડી ગયા
         ખરી વાત ને?
   કોફી  એકુ  કોફી
    કોફી  દો–રંગી
    કોફી  તેરી તમીઝ
    કોફી ચોકુ  ચસકો
    કોફી  પંચ–મહાભૂત
    કોફી છક્કા  છોડાવે
    કોફી સત્તા  સાંપડે
    કોફી  અઠે  દ્વારિકા
    કોફી  નવે  નવધિ
    કોફી  દશા બૂરી

તમારી યાદ આવી

February 13th, 2007

images49.jpg

 વેલન્ટાઈન  ના દિવસે ખાસ તમારી યાદ આવી
  ગુલાબનાં ફૂલોની  સુંગધમાં   તમારી યાદ આવી

   જ્યાં જ્યાં નજર હું ઠેરવું યાદો છવાઈ આપની
   ચમનમાં કે વિરાનમાં સઘળે  તમારી યાદ આવી

    તમારા વગર હવે જીવવાની આદત પડી ગઈ
    છતાં વિયોગનાં વાદળમાં  તમારી યાદ આવી

    ગુજરેલાં સંગે મીઠાં મધુરા દિવસો અને વર્ષો
     આંખ બંધ હતી છતાં અંતરે તમારી યાદ આવી

     જીવનમાં સુહાનો સંગ હતો  ખેવના  હતી
     જીંદગીની સંધ્યા સાથે ગુજરશે ને ‘તમારી યાદ આવી’ 

છાયો-પડછાયો

February 13th, 2007

images13.jpg  મારો હતો
       સંગે હતો
       મુજમાં હતો
       અળગો કદીયે ના થતો
        લાંબો હતો
        ટૂંકો હતો
        આગળ હતો
        પાછળ હતો
        અળગો કદીયે ના થતો
        સૂતો હતો
        લપટાયો તો
        ઉપર હતો
        નીચે પથરાયો હતો
        અળગો કદીયે ના થતો
        મારા વિના
        સૂનો હતો
        સૂરજ વિના
        ગાયબ હતો
           હાય;
      એ મારો જ
         સિર્ફ મારો જ
         એ છાયો હતો    

૯૯નો ધક્કો

February 13th, 2007

images37.jpg

 ૧૯૯૯ ની ૩૧મી ડીસેમ્બર ની રાત
      ૨૦૦૦ ની  સાલની શરૂઆત
      વાતાવરણમાં ગભરાટ
      કમપ્યુટર જગ તમાં ખળભળાટ
         યાદ છે? 
      તો ધ્યાનથી  સાંભળજો
   
   ૯૯નો ધક્કો  જેણે ખાધો હોય તે જાણે
   હે ખાધો હોય પચાવ્યો હોય તે
         ૯૯ના ધક્કા ને સમજાવે
   ૯૯ પછી ૧૦૦, ૯૯૯ પછી  ૧૦૦૦
   અને હવે ૧૯૯૯ પછી ૨૦૦૦,આ કોયડો છે આજાર
   હે ખાધો હોય પચાવ્યો હોય તે
          ૯૯ના ધક્ક ને સમજાવે
  ઘરે ઘરમાં ચડભડ, સમગ્ર જગમાં હલચલ
   ક્યાં, કેમ, કોણ, કોને  ભેદ બતલાવે
   હે ખાધો હોય પચાવ્યો હોય તે
           ૯૯ના ધક્કા ને સમજાવે
   ૯૯ વર્ષના મા ને બાપ,જીવન પ્રવ્રુત્તિમાં લાવે બાધ
   ૯૯નો આંકડો કરાવે ઉત્પાત ૧૯૯૯ ની ક્યાં કરીએ વાત
   હે ખાધો હોય પચાવ્યો હોય તે
           ૯૯ના ધક્કા ને સમજાવે 
   ૨ નવડા ૯૯ ને ૨ પછી ત્રણ મીંડા
   કરશોના કામ એવા કે થાવ શરમીંદા
   ધરતી આકાશ સમ ગહરાને ઊંડા
   હાલ થાશે ભારે ભૂંડા
   હે ખાધો હોય પચાવ્યો હોય તે
           ૯૯ના ધક્કા ને સમજાવે 
    ધક્કાએ શીખવ્યું સંભાળતા
    અભાનપણામાં સમતુલતા
    જાગ્રત અવસ્થામાં લાવે સમતા
    જીવનમાં પ્રવેશે પ્રભુતા
    હે ખાધોહોય પચાવ્યો હોય તે
            ૯૯ના ધક્કા ને સમજાવે        

બાળપણ–ઘડપણ

February 13th, 2007

images28.jpg

images25.jpgપા પા પગલીએ વિત્યું બાળપણ
        ઓસર્યો જુવાનીનો  જુવાળ
        ઘડપણ નો પગરવ સુણી
        દિનરાત લાંબા થાય
               ઘડપણ કેમ કેરી ઝટ જાય
        દાંત પડ્યાને આંખે ઝાંખપ
        કાન  ગયા  કાનપૂર
               ઘડપણ કેમ કરી ઝટ જાય
        ઉંબરા તો ભાઈ થયા ડુંગરા
        પાદર  પરગામ  થાય
               ઘડપણ કેમ કરી  ઝટ જાય
        બાળકોને આવી જુવાની
        વહુબેટીઓ ની વાત નવ થાય
               ઘડપણ કેમ કરી ઝટ જાય
        સમતા કેળવું શાણપણ પામું
        જીહ્વા વશમાં થાય
        માયાથી મન થાય વેગળું
        ક્રુષ્ણનાં ગુણલાં  ગાય
               ઘડપણ ઘોડે ચડીને જાય
  

સ્નેહશંકા ‘ કલાપીનો કેકારવ ‘

February 13th, 2007

images42.jpg

 ઘણું તાવ્યું-ઘણું ટપક્યું- બિચારું મીણનું હૈડું;
   દ્રવ્યા કરશે હજી એ તો બિચારું પ્રેમનું પ્યાલું!
   ન થા ન્યારીઃન થા ઘેલીઃન થા વ્હેમીઃન થા મેલી!
   કરી મ્હારું હ્રદય તારું  હવે શંકા પ્રિયે, શાની?
   કદી દિલને ન દે દિલ તું દિલ તો ન લે તે તું;
   હ્રદયનું સત્વ પીધું તે ;હ્રદય હીણૉ કરે તો  શું?
   કહે ને પ્રાણ દિલમાં ક્યાં રહી તુજને હજી શંકા ?
   કાપી દઊં તે નાખી હું ; ન છે તેની મને પરવા!
   કાંટો જે  તને  લાગે  મને  ભાલો તે  ભોંકાયે;
   હ્રદયચીરે  રૂધિરે  રાતું  વહે છે તે  તપાસી લે
    હૈયું  હનુમાનનું  ચીર્યું, નિહાળી રામની મૂર્તિ;
   હ્રદય  મારું  અરીસો છે  ઉઘાડી તું ભલે જો તે   

દ્વિધા

February 12th, 2007

images12.jpg

જ્યારે જીવન મારું શ્રીજીને અર્પણ
શા કાજે મારે ફિકર ચિંતા
હાર અને જીતની અપેક્ષા
ન કરવી મારે દ્વિધા—૨

સંકટ સમયે સહાય તારી
સુખમાં દુખમાં ભાગીદારી
શાને કાજે નિંદ વિસારી
તારે શરણે હું ગિરધારી —હાર

બાળપણામાં આંગળી ઝાલી
જુવાનીમાં મુજને સંભાળી
બાકી આયખાની આ ઝોળી
તારે શરણે હું ગિરધારી—હાર

આ સંસારની રીત નિરાળી
મોહમાયા એ જકડી ભારી
સમતા કાજે કર પ્રસારી
તારે શરણે હું ગિરધારી—–હાર

તારું અર્પિત મારું જીવન
વણમાગ્યું અણમોલ જીવન
તરલને અસ્થિર આ જીવન
તારે શરણે હું ગિરધારી

હાર અને જીતની અપેક્ષા
ન કરવી મારે દ્વિધા—૨

રેખા

February 11th, 2007

camfe70d.jpgcaibylyj.jpg

   રેખા હો રેખા
     હાથની હોય કે પાડોશની
     પજવવામાં બંન્ને  સરખી
     જાણે  હવાની લહેરખી
     હાથની કરે  પરેશાન
     પાડોશની કરે  હેરાન
     હાથની મહેનતે ઉન્નત બનાવે
     પાડોશની હરદમ  ઉધમ મચાવે
     હાથની અને પાડોશનીનો સંગમ થાય
     દોરનાર ઘડનાર બંન્ને હરખાય
     પામનાર નાં જીવનમાં સૂર્યોદય થાય

વીણેલાં મોતી

February 11th, 2007

capn79kk.jpg

 જે વહે તે જળ
      જે વીતે તે જીવન
       જે આવે તેનું હોય ગમન
        જેનો હોય અહેસાસ તે ઈશ્વર
  
      શાંતિ હ્રદયમાં સૂતી છે.
   
    જ્ઞાન અને શિસ્ત સફળતા અપાવે છે.

    વાતોના વમળમાંથી બહાર નીકળ
      મૌનનાં મહાસાગરમાં ડૂબકી માર

      અહંના તાળાની કૂંચી છે ‘વિનય’.

     હું ને બદલે   ‘ઑંમ’ નું ઉચ્ચારણ
       કરીએ  તો
       વાતાવરણમાં પવિત્રતા ફેલાઈ જાય.
    ‘સુ-સંસ્કાર’  જીવનની ઈમારતનો પાયો છે.
    પ્રવ્રુત્તિ અને નિવ્રુત્તિ ની વચ્ચેના
       ગાળા નું નામ છે ‘થાક.’

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.