મોટાઈ

March 24th, 2007 by pravinash Leave a reply »

images33.jpg

 ખોબો માગ્યો ને પ્રભુ દરિયો દીધો તે
   ચપટી  માગીને  પ્રભુ  અંજલી  ભરી
   આવી તી  મળવા  તને  અંતર્યામી
    દર્શન  કરી  ને  હું  ધન્ય  બની
   તારી  કૃપાનો  અવધિ  છે ઉમટ્યો
   આંસુ  છલકાણાં  ને  તૃપ્ત  થઈ
   આવી તી મળવા તને અંતર્યામી
    દર્શન  કરી  ને  હું ધન્ય બની
   કણ કણમાં તારા વાસની  ઉર્મિ
   ઐશ્વર્ય  ઔદાર્યે   સોહી  ઉઠી
   આવીતી મળવા તને અંતર્યામી
    દર્શન  કરી ને હું  ધન્ય બની
   તારા મિલનની  મધુરી  પળમાં
   જીવતરની એષણા વિલાઈ ગઈ
   આવીતી મળવા તને અંતર્યામી
   દર્શન કરી ને’પમી’ધન્ય બની 
  

Advertisement

1 comment

  1. says:

    bahu j saras prabhu sanvaad

    mane paN aaje sfuryu

    પ્રભુ!
    તારા દિવ્ય દર્શનો ને તરસતી
    પણ કદી ન સંતોષાતી
    આ નિષ્ફળ ઠાલી લાગણીઓને
    કેમ ભરી ભરી કરવી
    તે ન સમજાયે તેથી
    હે કરુણાનિધાન
    હવે ફક્ત રાહ જોઉં છું
    તારી કૃપાની
    તારા દર્શનની
    તારા પરમ ઉજાસની

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.