સત્ય

March 14th, 2007 by pravinash Leave a reply »

images32.jpg 

 અંધકારની પછેડી જેને ઢાંકવાનોને અસમર્થ બને.
  સૂર્યપ્રકાશમાં  સારા  જગમાંહી જે  ઝળહળી  રહે.
 
  ધૂળના  ગોટેગોટા  જેને  ઉડાડવા  અશક્ત  બને.
  વર્ષાની રિમઝિમ જેને પલાળવા નાકામયાબ રહે.

  વાદળોની  વણઝાર  તળે   છુપાઈ  ના  શકે .
  સ્વચ્છ   નિલાંબર ની  નીચે  પ્રકાશી  રહે .

  કાયાના   કામણ જેને  ડગમગાવી  ના  શકે.
  સંજોગોની  થાપટ  ઝીલે  છતાં અડીખમ રહે.

  હિમાલય જેવી  સ્થિરતા  જેનો  જોટો ના જડે.
  નદીના ઘોડાપૂર  નીર જેને વહાવી  ના  શકે.

  બાળપણ જુવાની ઘડપણ ચલિત કરી ના શકે.
  તેનું એકચક્રી સામ્રાજ્ય  સમસ્ત જગે છાઈ રહે.

  ડગલે પગલે આવતી કઠીનાઈ નો સામનો કરે.
  જીવન પથપર દિવાદાંડીની જેમ ઝળહળી રહે.

  હર્ષમાં કે  શોકમાં  તેનું તેજ સદા  પ્રકાશી રહે .
  આશાકે નિરાશાની  હોડીમાં તે સદા તરતું રહે.

  ચડતીમા સ્વયં તેની આભા તેજોમય બની રહે.
  પડતીમાં તેનો આશ્રય વધુ ને વધુ  ગાઢ બને.

  સંસારી કે વૈરાગી તેનું એક સરખું પાલન કરે.
  વિલાસી, વેપારી તેના મોલ મૂલવી ના શકે.

  સમસ્ત સૃષ્ટિ હોય કે  પરિવાર તેનું  પ્રાંગણ.
  તે હંમેશ તટસ્થ  રહેવાનું કદી  ન  ઝુકવાનું.

  સત્યને  અસત્ય  હાની  પહોંચાડી  ના  શકે.
  સત્યના પ્રભાવનો અસત્ય સામનો કરી ના શકે.
 

Advertisement

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.