રેખા હો રેખા
હાથની હોય કે પાડોશની
પજવવામાં બંન્ને સરખી
જાણે હવાની લહેરખી
હાથની કરે પરેશાન
પાડોશની કરે હેરાન
હાથની મહેનતે ઉન્નત બનાવે
પાડોશની હરદમ ઉધમ મચાવે
હાથની અને પાડોશનીનો સંગમ થાય
દોરનાર ઘડનાર બંન્ને હરખાય
પામનાર નાં જીવનમાં સૂર્યોદય થાય
રેખા
February 11th, 2007 by pravinash Leave a reply »
Advertisement
તમે રેખાની વાત સરસ કરી છે. પણ કઈ રેખાની વાત કરો છો હાથની કે પછી રહે અને ખા વાળી, કે નસીબની. તમે બહુ સરસ લખો છો.