સ્નેહશંકા ‘ કલાપીનો કેકારવ ‘ February 13, 2007
Posted by pravinash in : ગમતા કાવ્યો , trackback ઘણું તાવ્યું-ઘણું ટપક્યું- બિચારું મીણનું હૈડું;
દ્રવ્યા કરશે હજી એ તો બિચારું પ્રેમનું પ્યાલું!
ન થા ન્યારીઃન થા ઘેલીઃન થા વ્હેમીઃન થા મેલી!
કરી મ્હારું હ્રદય તારું હવે શંકા પ્રિયે, શાની?
કદી દિલને ન દે દિલ તું દિલ તો ન લે તે તું;
હ્રદયનું સત્વ પીધું તે ;હ્રદય હીણૉ કરે તો શું?
કહે ને પ્રાણ દિલમાં ક્યાં રહી તુજને હજી શંકા ?
કાપી દઊં તે નાખી હું ; ન છે તેની મને પરવા!
કાંટો જે તને લાગે મને ભાલો તે ભોંકાયે;
હ્રદયચીરે રૂધિરે રાતું વહે છે તે તપાસી લે
હૈયું હનુમાનનું ચીર્યું, નિહાળી રામની મૂર્તિ;
હ્રદય મારું અરીસો છે ઉઘાડી તું ભલે જો તે


Powered By
Comments»
રાજકવિ કલાપીની જીવનઝાંખી વાંચો…
http://sureshbjani.wordpress.com/2007/01/26/kalapi/
કલાપીની સુંદર કાવ્યકૃતિનો આસ્વાદ કરાવવા બદલ આભાર…