હેત ના હાટડા ના મંડાય
હેત હાટડે ના વેચાય
હેત તો હૈયાને હિંડોળે હિંચાય
હેતે માબાપને હૈયે સમાવાય
હેતે ભાઈ અને બહેન સોહાય
હેતે કુટુંબમાં સુખ લહેરાય
હેતતો હૈયાને——
હેતે બાળપણમાં વિદ્યા સોહાય
હેતે કુશળતા જીવનમાં લવાય
હેતે સંસારમાં આનંદ પ્રસરાય
હેતતો હૈયાને——-
હેતે શ્વસુરગ્રુહે પગરણ મંડાય
હેતે જીંદગીનો રાસ રચાય
હેતે જીવન શુશોભિત થાય
હેતતો હૈયાને——-
હેતે પ્રભુનું સુમિરન થાય
હેતે આલોકમાં પરલોક સધાય
હેતે ભવસાગર પાર કરાય
હેતતો હૈયાને——