જીવનનૉ અભિનય

February 20th, 2007 by pravinash Leave a reply »

 સીતાનું હરણ થઈ ગયું. રામ રડવા લાગ્યા. રામ વિલાપ કરવા
   લાગ્યા.ઘણી સારી વાત છે.પ્રેક્ષકોને ખૂબ લાગી આવ્યું. કેટલાક
   માણસોની આંખમાં રામલીલાનો અભિનય જોઈ આંસુ આવવા
   લાગ્યા. અને પછી પડદો પડી ગયો.પડદો પડી ગયો એટલે
   કલાકારો પેલા રંગમંચ-સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા.રામલીલાને
   ભજવનાર અને કેટલાક જોનારાને થયું કે રામને ફૂલમાળા પહેરાવવા
   જઈએ. એ લોકો ગયા. રંગમંચની પાછળ કલાકારો માટે નાનો સરખો
   ઓરડો હતો ત્યાં ગયા. તો રામ બઠાં બેઠાં છીકણી સુંઘતા હતા. લોકોને
   નવાઈ લાગી. રામને ય નવાઈ લાગી કે આ બધા અચાનક ક્યાંથી
   આવી ગયા? તો કહે શું થઈ ગયું? અરે આતો સીતાનું હરણ થયું છે.
  હું જરાક સ્વસ્થ થઈ જાઊં. ટેવ છે મને છીકણીની. નહીં તો આગળ
   અભિનય સારો નહી થાય. સમજી ગયા. સીતા પણ ત્યાં જ બેઠેલી,
  રાવણ પણ ત્યાંજ. બધાએ કહ્યું શોધ કરવાની જરૂર નથી. આ તો બધા
   રૂમમાં જ ભેગા છે.ત્યારે પેલા કલાકાર ભાઈઓએ કહ્યું . અમારે તો
   લગભગ રોજ આ ખેલ કરવા પડે- ગામડે ગામડે. રોજ અમારે સીતાનું
   હરણ થાય.  રોજ અમે છીંકણી સુંઘીએ અને રોજ પાછા સ્ટેજ પર જઈ
   અભિનય પણ કરીએ. પણ અમે જાણીએ કે અમારી સીતા તો ઘેર છે.
  અમે તો આ ખેલ કરવા આવ્યા છીએ. રામ પરણેલા હતા. એટલે
   રામે કહ્યું કે મારી સીતા ઘરે છે, આ બધું ભજવીને મહીને બે મહીને ઘરે
   જઈશું ત્યારે મારી સીતા જોડે પાછા બેસીશું ઉઠીશું. એટલે મને સાંત્વના
   છે. આ હરણ થાય છે તો કહે અમે અભિનય એવો કરીએ છીએ કે જાણે
  મારી સીતાનું હરણ થઈ ગયું. આંખમાં આંસુ લાવીએ. જોનારા જે હોય
  એમની આંખમાં પણ આંસુ આવી જાય. પછી કાંઈ નહી. મનમાં એમ થાય
  કે અમારી સીતા તો ઘરે બેઠી  અમારી રાહ જુએ છે.

                                               યોગેશ્વરજી ના ‘કર્મયોગ’માંથી  સાભાર

Advertisement

1 comment

  1. says:

    જીવનનો ખરો ખેલ છે.

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.