Archive for the ‘સ્વરચિત રચના’ category

નારી દિન

March 9th, 2011

 

“નારી દિને” નારીનાં ભિન્ન ભિન્ન રૂપનું પાન કરીએ.

નારી તું નારાયણી.

નારી ‘માતા’ રૂપે હંમેશા વંદનીય છે.

નારી ‘દીકરી’ રૂપે અખંડ પ્રેમનું સ્વરૂપ છે.

નારી ‘બહેન’નાં રૂપે લાગણીનો ધોધ વરસાવે છે.

નારી ‘પત્ની’ રૂપે  રંભા બની શૈયા શોભાવે છે.

નારી “સાસુ” રૂપે અનજાણને અપનાવી વહાલ વરસાવે છે.

નારી ‘નાની’ રૂપે નિર્મળ પ્યાર બાળકને અર્પે છે.

નારી ‘દાદી’ રૂપે દોહ્યલાં પ્યાર પીરસે છે.

નારી હરએક રૂપમાં, હરહાલમાં બસ પ્યાર આપે છે.

અરે ‘નારી’ પરિવારની પરવરિશ માટે જાતે વેચાઈને

પણ વેપલો પ્યારનો જ કરે છે.

        શમાજની હર નારીને “નારી દિન” ની શુભેચ્છા.

મિત્રને ગમેલી

March 3rd, 2011

 

In Pakistan and India mostly

જોઈ એક છબીલી

નામ તેનું ચમેલી

લાગે ઘણી રસીલી

ઘર હવાની હવેલી

ચાલ તેની ગર્વીલી

અંગે યૌવન ભરેલી

હતી ભારે હઠીલી

આનંદે રાગિણી છેડેલી

સખી સઘળી પરણેલી

સુલઝાવો તેની પહેલી

ગાંઠે નહી રંગીલી

અગણીત તેની સહેલી

 મારા મિત્રને ગમેલી

છમક છલ્લો એકલી

વાંચો અને વિચારો

January 27th, 2011

વાંચો અને વિચારો

પૈસાવાળાને કહો કફનને ખિસા હોતા નથી.

રાજકરણીઓને કહો ખુરશી છે તેથી તમને માન છે.

ગરીબોને કહો ‘વચને કિં  દરિદ્રતા’

પ્રેમ ભલે આંધળો હોય, પ્રેમીની આંખે નિહાળો.

જીભ અંકુશમા જગત વશમા

મૌનનું સંગીત બધિરને પણ સંભળાય

અભિમાનથી પડતી, અસ્મિતાથી ચડતી

આધેડ ઉંમરે ગાંઠો છોડો નવી વાળો નહી.

સગા પસંદગીથી નહી ઇશ્વર કૃપાથી પ્રાપ્ત થાય છે

“મા” જીવતા જાગતા ઈશ્વરની પ્રતિકૃતિ

ઝુકી ગઈ

January 23rd, 2011

કહેવાય નહી સહેવાય નહી શું વાત થઈ

નજર્યું  મળી ન મળી ત્યાં ઝુકી ગઈ

અંતરમાંથી લાગણીઓ વછુટી રહી

હાથના સ્પર્શે સ્પંદનો માણી રહી

હ્યદયના તેજ ધબકારા સુણી રહી

પગની પાની એકીટશે  નિરખી રહી

ગગનના અગણિત તારા ગણી રહી

સાગરની બુંદોની ભિનાશ માણી રહી

પક્ષીઓનો મધુર કલરવ સુણી રહી

વનરાજીના વૃક્ષોની છાયામા પોઢી ગઈ

કહેશો ના મુજને ઢ

January 5th, 2011

કહેશો ના મુજને ઢ

હું નથી અ ભ ણ 

મને આવડે છે ક ખ ગ

વતન મારું ક ર મ સ દ

મારું નામ છે મ ગ ન

મારા પિતા છે મ ફ ત

મારો ભાઈલો છ ગ ન

મારી માતા છે  સ ર લ

બહેની કરે મારું જ ત ન

સુંદરીની સાથે કર્યું લ ગ ન

આપ્યું જીવ્યા મર્યાનું વ ચ ન

વેપલા કાજે છોડ્યું વ ત  ન

આવી વસ્યો અ હ મ દ ન ગ ર

માલ સામનની મુજને પ ર ખ

લક્ષ્મીની છોળે બન્યો સ બ ળ

ભલે તબિયત મારી ન ર મ

સદા કરું પ્રભુને ન મ ન

સુતા પહેલામ કરું ભ જ ન

કઠીન રસ્તે કરું સદા ગ મ ન

 પંથનું  અંતિમ ચરણ મ ર ણ

 

 

 

દહેજ

January 4th, 2011

દહેજ સમાજનું દૂષણ

નારી સમાજનું ભૂષણ

કોણ કરે સહુનું પોષણ ?

કોણ કરે બચ્ચાનું રક્ષણ ?

સમાજ કરે તેનું શોષણ

તેના આત્માનું ભક્ષણ

દહેજના વરવા લક્ષણ

પ્રથા મિટાવો તત્ક્ષણ

જગજનની સ્ત્રી આભૂષણ

નવા વર્ષની વધાઈ

December 31st, 2010

આંખમા અશ્રુ અને હોઠ પર મુક્ત હાસ્ય

૨૦૧૦ની સાલ તને  વહાલભેર વિદાય

તારા આગમને સહુનુ દિલ ધડક્યું હતું

તારા ગમને મુખ સહુનુ  મલક્યું હતું

સહુ  મિત્રોને  નવા વર્ષની વધાઈ

મળતા રહીશું  ને માણીશું  સગાઈ

ધાર કઢાવો

December 28th, 2010

ચપ્પુ કે છરીની ધાર કઢાવો

બુઠા ચપ્પુ ધારદાર બનાવો

વિચાર વર્તન નિર્મળ બનાવો

બુધ્ધિની એરણ ઉપર ઘસાવો

વૃધ્ધ શરીર યુવાન બનાવો

યોગના આસન દ્વારા સંવારો

જીવનની ગાડી જોઈને હંકારો

સ્વાધ્યાય સુમિરન દ્વારા સજાવો

કુટુંબ કબીલામા પ્રેમ રેલાવો

કુટુંબીજનો પર લાગણી બતાવો

કર્મ કરો નિઃસ્વાર્થતા કેળવો

આસક્તિ ત્યજી અભ્યાસી બનો     

       ઘણા વર્ષો પછી ભારતમા ઘરને દ્વારે ચપ્પુની ધાર

કાઢનારને જોતા આ કાવ્ય સરી પડ્યું.

            શું અદભૂત એ દૃશ્ય હતું ! હજુ પણ ભારતમા આવા

દૃશ્યો નજરે પડે છે અને બાળપણ યાદ આવી જાય છે.

શું કરું ?

December 25th, 2010

શું કરું ? કોને કહું ?

કહેવાતું નથી સહેવાતું નથી

જોઈને દર્દ મહેસુસ કરું

સુણીને ચીસ પાડી ઉઠું

જ્યાં જ્યાં નજર ઠેરવું

લાંચ રુશવતની બદી નિહાળું

હૈયુ મારું હચમચી ઉઠ્યું

દેશ દાઝે રડી પડ્યું

હા, માતૃભૂમીથી દૂર વસું

છતાંય તેને હું ના વિસરું

કેમ કરીને વહારે ધાઉં

દિશાઓ સઘળી ધુંધળી

આત્મા કદી મરતો નથી

આત્મા કદી સૂતો નથી

રૂપિયાની સઘળે બોલબાલા

જાગો, ઉઠો આત્માની સુણો

સરવે કાને બધિર ન બનો

ખાલી આવ્યા ખાલી જવાના

જો જો પાણી વહી ન જાય

સત્કર્મ ન કરો વાંધો નહી

દુષ્કર્મથી બચો દિલની સુણો

પસ્તાવાને વિપુલ ઝરણે

પાવન બનો સંકલ્પ કરો

માફી માગી પાછા વળો

દેશ કાજે બાંધવ કાજે

સન્માર્ગ ને પંથે સંચરો

વહેલી પરોઢ

December 18th, 2010

વહેલી પરોઢ્મા ચાલવાની મજા

ભાતભાતના દૃશ્યો જોવાના જલસા

કોઈ મૂકે દોટ, કોઈ મસ્તરામ હોય

કોઈ કરે ઉઠક બેઠક ‘ઉંહ્કારા’ ભરે

કપાલભાંતિના ઉચ્છવાસ સંભળાયે

ઑમકારનો નાદ ગગન ગજાવે

‘કરાટેના ચોપ’ બાળકો ઉચ્ચારે

‘હાસ્યનું ગુંજન’  કર્ણને ભાવે

સહેલાણીઓ વાતના વડા બનાવે

રાજકારણની ચર્ચા રંગ લાવે

જુવાનિયા ‘જોગીંગ’  તંદુરસ્તી બનાવે

આધેડ ચાલતા પ્રભુને સમરે

બગીચાનો માળી જોઈ જોઈ હરખે

સુરજ્દાદા સાત ઘોડે ચઢી આવે

ફુરસત કોને, જોઈ તેમને વધાવે

શાન્તાકારં નો મનમા શ્લોક ઉચ્ચારતા

પરોઢની તાજગી દિલમા પસવારતા

સહુના કલ્યાણની મનમા વાંછના

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.