૧. તમને અને તમારા પરિવારને પ્યાર કરો.
૨. તમારા પર વિશ્વાસ રાખો.
૩. જ્ઞાન અને વિદ્યા નો આદર અને આગ્રહ રાખો.
૪. જિંદગી સૌજન્ય અને પ્રમાણીકતાથી ભરો.
૫. જિંદગીનું નામ છે પરિવર્તન, આવકારો.
પંચશીલ
June 11th, 2007 by pravinash 3 comments »શાંતિ અને સંતોષ
June 11th, 2007 by pravinash 2 comments » જેણે સંસારનાં સુખો ચાહીને માણ્યાં છે’
જેણે વિષય સુખ ઝંખીને ભોગવ્યું છે.
જેને હું મારું ને જગત આજે પણ પ્રિય છે,
જેને માનસિક તેમ જ સામાજિક સુરક્ષાની ગરજ છે,
તે વ્યક્તિ સત્ય- સમર્પિત કે મોક્ષ-સમર્પિત જીવન જીવી નહિ
શકે. નૈતિક મૂલ્યો જાળવીને, સંસારિક દાયિત્વો નભાવીને ચિત્તને
શાંત રાખવાના અને શરીરને સ્વસ્થ રાખવાના ઉપાયો કરી શકે. પોતાના
સંસ્કારોનો પરિચય કેળવીને પ્રતિક્રિયાના હુમલા ખાળી શકે. આહાર-વિહારનો
સંયમ સાધી શકે. એટલું તમે કરો તોયે શાંતિ – સંતોષભર્યું જિવન ઉપલબ્ધ
થશે.
વિમલા ઠકાર
ધીમે થી હસજો
June 11th, 2007 by pravinash 2 comments »વેપારીઃ ભાઈ નવી ઘડિયાળ છે. સારી ચાલે છે.
ગ્રાહકઃ ભાઈ જલ્દી બગડી તો નહી જાયને?
વેપારીઃ બગડી જશે તો બંધ પડશે.
ગ્રાહકઃ મારી પત્ની બગડે તો ચાલુ થઈ જાય છે.
સંસારીઃ સાધુમહારાજ, મારી પત્ની ખૂબ હેરાન કરે છે.
સાધુઃ નિસાસો નાખતાં. જો તેની સલાહ હું આપી શકતો
હોત તો હું સાધુ શામાટે બન્યો હોત.
દગો દેશે
June 8th, 2007 by pravinash 2 comments » જીવન સંધ્યાનું ટાણું
પ્યારું ઘરનું આંગણું
સહુ સાથ છૂટી જશે
તન પણ દગો દેશે
આ પિંજર પડી જશે
તિમિર ગયું ને પ્હો થયો
મળસ્કાનું મધ્યાહન થયું
સંધ્યાના સુહાના રંગ
રાત્રિમાં થયે પરિવર્તન
બાળપણાનું ભોળપણ
શૈશવનું મધુરું જિવન
જુવાની આવે ઘોડાપૂર
ઢળતી ઉમરનું શાણપણ
સઘળાં કર્મોનું નિરાકરણ
જિંદગી ના બને ભારણ
મૌન સેવી નિરખ ગગન
શાતા પામ બન મગન
વાવો-પામો
June 8th, 2007 by pravinash 1 comment » શું વાવ્યું ને શું પામ્યા
થોર પર ગુલાબ આવ્યા
મોગરાના સાપ આજે રિસાયા
રાતે રાતરાણી બાગમાં મુરઝાયા
ધતુરાના ફૂલ સુગંધે ઉભરાયા
કેવડિયાના કાંટા ન ચુભાયા
લજામણીના મસ્તક ઉંચકાયા
કમળ ઝરણાંમાં ખીલી ઉઠયા
ચાંદનીએ ઉકળાટ ફેલાવ્યો
સૂરજ મધ્યાહને શિતળ થયો
મેઘધનુષના રંગ ગાયબ થયા
વાદળાં શાંતિથી ગરજી ઉઠયા
૨૧મી સદીના પ્રાંગણમાં આજે
આંખોએ નવા તમાશા ભાળ્યા
વાવો પામોના સમીકરણો બદલાયા
ધીમેથી હસજો
June 7th, 2007 by pravinash 1 comment »પાપા અમેરીકા આવ્યે પાંચ વર્ષ પછી.
પાપાઃ બેટા હવે તું ૨૦ વર્ષની થઈ.
પૂજાઃ હા પાપા.
પાપાઃ આપણી ન્યાતનો છોકરો જોવા માંડીએ.
પૂજાઃ પાપા હમણાં નહીં.
પાપાઃ બેટા, કોઈ પણ ભારતીય ચાલશે.
પૂજાઃ સારું.
બીજા ત્રણ વર્ષ પછી.
પાપાઃ હવે તું M.B.A. પણ થઈ ગઈ.
બેટા ચાલને તારું મન માનતું હોયતો
અમેરિકન કે કાળીયો કોઈ પણ ચાલશે.
પૂજા ; પાપા શું ઉતાવળ છે?
પાપાઃ બેટા , હવે તું ત્રીસની થવા આવી .
તારે જેને પરણવું હોય તેને પરણજે.
પરંતુ યાદ રાખજે કે તું “છોકરા”ને
પરણજે.
પાપાની હાલત જોવાજેવી કેટલી બદલાઈ ગઈ.
છેટાં રહેવામાં
June 7th, 2007 by pravinash 1 comment » ઝેરનાં પારખાં જાણી જાણી કીધાં
માણ્યાં અનજાણ બનીને
વાલમજી મારા સજા છે
છેટાં રહેવામાં
ઝેરનાં અમૃત મીરાં એ બનાવ્યા
શીવજીએ કંઠમાં પરોવ્યા
વિશ્વનાથે સહાય કરીને
નીલકંઠ થઈ વખણાયા
વાલમજી મારા સજા છે
છેટા રહેવામાં
જાણી જોઈને હરિજન વાસે
માધવનાં ગાણા ગવાણાં
નરસૈયાનો સ્વામી શ્યામ
શામળીયો થઈને પંકાણા
વાલમજી મારા સજા છે
છેટા રહેવામા
માણ્યા કે માણશું અજાણ થઈને
પ્રિતમ વિયોગનાં ટાણાં
અડધે વસ્ત્રે વનમાં રઝળી
યમરાજ પાસથી તેડાવ્યાં
વાલમજી મારા સજા છે
છેટા રહેવામાં
મુજ દિલમાં ઢુકીને ભાળો
નજર્યુંના તીર સંધાણા
મળ્યાં કે મળશુ ભવના સાથી
પ્રીતની દોરે બંધાણા
વાલમજી મારા સજા છે
છેટા રહેવામા
કેનકુનનો દરિયા કિનારો
June 7th, 2007 by pravinash 2 comments » તું મુજને મળવા આતુર છે
હું તુજને મળવા તરસું છું
તારા મારા મધુર મિલનની
સુખદ પળો ને ઝંખું છું
આવેગ સહિત તું આવે છે
હું મન હી મન મુંઝાઊ છું
તારી ઉત્કટ ભાવના દેખી
મનમાં ખુશી અનુભવું છું
ભાનભૂલી ને તારી પાસે
ધસમસતી દોડી આવું છું
તુજને આલિંગી તુજમાં સમાઈ
જગને વિસારી વિરમું છું
vacation
June 6th, 2007 by pravinash 3 comments »Vacation with family.
Oh what a beautiful time.
God you are great.
Enjoyed every momment of it.
Rememberd you all the time.
In the air, in the water, on the ground.
Felt your presence everywhere.
Peacock, birds and in the fishes.
Love. happiness and ties.
Thanks a MILLION.
Thanky you GOD.
ધીમેથી હસજો
May 31st, 2007 by pravinash 1 comment » ટીકલુઃ પાપા અંહી લખ્યું છે વાંકા વળીને ચાલજો.
શું અંદર ભગવાનનું મંદિર છે?
પાપાઃ ના, બેટા આ છત જરા નીચી છે. જો
ટટ્ટાર ચાલીશ તો માથું રંગાઈ જશે.