jump to navigation

કેનકુનનો દરિયા કિનારો June 7, 2007

Posted by pravinash in : કાવ્યો , trackback

      તું મુજને મળવા આતુર છે
     હું તુજને મળવા તરસું છું

     તારા મારા મધુર મિલનની
     સુખદ  પળો ને   ઝંખું  છું

     આવેગ સહિત તું આવે છે
     હું મન હી મન મુંઝાઊ છું
    
     તારી ઉત્કટ ભાવના દેખી
     મનમાં ખુશી અનુભવું છું
    
      ભાનભૂલી ને તારી પાસે
      ધસમસતી દોડી  આવું છું

     તુજને આલિંગી તુજમાં સમાઈ
     જગને     વિસારી    વિરમું  છું

    

Comments»

1. - June 7, 2007

સરસ ગીત… એક મિલનોત્સુક યુવતીની સુંદર ભાવોક્તિ…
અભિનંદન…

2. - June 7, 2007

તુજને આલિંગી તુજમાં સમાઈ
જગને વિસારી વિરમું છું..
મીરા ને કૃશ્ણના મિલન જેવી આ સૂંદર રચના લખી છે.


 Type in