છેટાં રહેવામાં June 7, 2007
Posted by pravinash in : કાવ્યો , trackback ઝેરનાં પારખાં જાણી જાણી કીધાં
માણ્યાં અનજાણ બનીને
વાલમજી મારા સજા છે
છેટાં રહેવામાં
ઝેરનાં અમૃત મીરાં એ બનાવ્યા
શીવજીએ કંઠમાં પરોવ્યા
વિશ્વનાથે સહાય કરીને
નીલકંઠ થઈ વખણાયા
વાલમજી મારા સજા છે
છેટા રહેવામાં
જાણી જોઈને હરિજન વાસે
માધવનાં ગાણા ગવાણાં
નરસૈયાનો સ્વામી શ્યામ
શામળીયો થઈને પંકાણા
વાલમજી મારા સજા છે
છેટા રહેવામા
માણ્યા કે માણશું અજાણ થઈને
પ્રિતમ વિયોગનાં ટાણાં
અડધે વસ્ત્રે વનમાં રઝળી
યમરાજ પાસથી તેડાવ્યાં
વાલમજી મારા સજા છે
છેટા રહેવામાં
મુજ દિલમાં ઢુકીને ભાળો
નજર્યુંના તીર સંધાણા
મળ્યાં કે મળશુ ભવના સાથી
પ્રીતની દોરે બંધાણા
વાલમજી મારા સજા છે
છેટા રહેવામા


Powered By
Comments»
ઝેરનાં પારખાં જાણી જાણી કીધાં
માણ્યાં અનજાણ બનીને
વાલમજી મારા સજા છે
છેટાં રહેવામાં
સરસ રચના છે..
વાલમજી મારા સજા છે છેટા રહેવામાં.. ને બદલે વાલમજી મારા, મજા છે છેટા રહેવામાં..રચના વધારે સુંદરે બને ..એ મારો અભિપ્રાય છે