વાવો-પામો June 8, 2007
Posted by pravinash in : ચિંતન લેખ , trackback શું વાવ્યું ને શું પામ્યા
થોર પર ગુલાબ આવ્યા
મોગરાના સાપ આજે રિસાયા
રાતે રાતરાણી બાગમાં મુરઝાયા
ધતુરાના ફૂલ સુગંધે ઉભરાયા
કેવડિયાના કાંટા ન ચુભાયા
લજામણીના મસ્તક ઉંચકાયા
કમળ ઝરણાંમાં ખીલી ઉઠયા
ચાંદનીએ ઉકળાટ ફેલાવ્યો
સૂરજ મધ્યાહને શિતળ થયો
મેઘધનુષના રંગ ગાયબ થયા
વાદળાં શાંતિથી ગરજી ઉઠયા
૨૧મી સદીના પ્રાંગણમાં આજે
આંખોએ નવા તમાશા ભાળ્યા
વાવો પામોના સમીકરણો બદલાયા


Powered By
Comments»
it’s remind me” AKHO”