Archive for the ‘ભજનો’ category

દર્શન્

April 26th, 2007

ages1.jpg

નજર્યું ઠરે જ્યાં મારી
ઝાંખી શ્રીજી તમારી
આ જિંદગી છે સારી
કૃપા શ્રીજીની ન્યારી

સહવાસ તરો લાધ્યો
જિવનમાં રંગ ભાસ્યો
કોઈ દોષ ના સતાવે
મનડાને ના મુંઝાવે

સ્વારથનો રાહ છોડ્યો
પરમાર્થ ને અપનાવ્યો
મારુ તારુ ના લગીરે
અંતરે શ્રીજી પધારે

શ્રધ્ધા છે તુજમા દિલથી
ડોલે ના મુશ્કિલોથી
હવે હાથ થામ્યો તારો
ભવસાગર પાર ઉતારો

સઘળે શ્રીજીના દર્શન
હ્રદયે શ્રીજીનું સ્થાપન
દિનરાત તેનું સુમિરન
શરણે સ્વિકારો ભગવન

હરિ તારાં—-

March 30th, 2007

images17.jpg

  હરિ તારાં છે હજાર નામ, કયે નામે લખવી કંકોતરી
     રોજ રોજ બદલે મુકામ  કયે  ગામે  લખવી  કંકોતરી

     મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળીઓ
                                    દ્વારિકાનો રાય રણછોડ
                                    કયે ગામે લખવી—-
   કોઈ સીતારામ કહે કોઈ રાધે શ્યામ કહે
                                    કોઈ કહે નંદનોકિશોર
                                    કયે ગામે લખવી—-
   ભક્તોની રાખી ટેક રૂપ ધર્યા  તે  અનેક
                                    અંતે તો એકનો એક
                                    કયે ગામે લખવી—-
   ભક્તો તારા અપર ગણતાં ન આવે પાર
                                    પહોંચે ન પૂરો વિચાર
                                    કયે ગમે લખવી—-
   ‘નરસિંહ મહેતા’નો સ્વામી  શામળીઓ
                                  મીરાનો ગિરીધર ગોપાળ
                                  કયે ગામે લખવી—-

        ભક્ત નરસિંહ મહેતા નું સુંદર ભજન
             ========================     

શિખવી દે

March 27th, 2007

images27.jpg

 જિવનને પામ્યા હે પ્રભુ બસ જિવન  જીવતાં  શિખવી દે
 આ જિવન છે અણમોલ પ્રભુ તેનું મૂલ્ય મને સમજાવી દે

 વણમાગ્યે  તેં  દીધુ ઘણું  સંતોષ  પ્રભુ  પ્રસરાવી  દે
 મારૂ  મારૂ   સહુ કોઈ  કહે  તારુ  કહેતા તું શિખવી દે

 સૌંદર્ય સઘળે  વેર્યું  તે  માણી  શકું  તેવી  દૃષ્ટિ  દે
 તારા  ઉપકારના  ભાર તળે ટકી શકું તેવી  શ્રધ્ધા દે

  માતા પિતા ના ઋણને હું  હૈયે ધરું તેવી  હામ તું દે
  સંસારમાં સહુને પ્યાર કરું   એવું  વિશાળ તું  હૈયું   દે

  કર્મ  ધર્મ અને  ભક્તિથી   જિવનનો જામ છલકાવી દે 
  કાર્ય એવા જગે કરું તારી આંખ થી આંખ  મિલાવી દે

  માનવ થઈને માનવ બનું  એવી મનોહર મતિ તું  દે
  જ્યારે અંત સમય આવે પ્રભુ ચહેરે  સ્મિત રેલાવી  દે

મોટાઈ

March 24th, 2007

images33.jpg

 ખોબો માગ્યો ને પ્રભુ દરિયો દીધો તે
   ચપટી  માગીને  પ્રભુ  અંજલી  ભરી
   આવી તી  મળવા  તને  અંતર્યામી
    દર્શન  કરી  ને  હું  ધન્ય  બની
   તારી  કૃપાનો  અવધિ  છે ઉમટ્યો
   આંસુ  છલકાણાં  ને  તૃપ્ત  થઈ
   આવી તી મળવા તને અંતર્યામી
    દર્શન  કરી  ને  હું ધન્ય બની
   કણ કણમાં તારા વાસની  ઉર્મિ
   ઐશ્વર્ય  ઔદાર્યે   સોહી  ઉઠી
   આવીતી મળવા તને અંતર્યામી
    દર્શન  કરી ને હું  ધન્ય બની
   તારા મિલનની  મધુરી  પળમાં
   જીવતરની એષણા વિલાઈ ગઈ
   આવીતી મળવા તને અંતર્યામી
   દર્શન કરી ને’પમી’ધન્ય બની 
  

મનોહર છબિ

March 11th, 2007

images36.jpg

પથ્થર પર કંડાર્યો કાં
કાગળ પર જરૂરત કાં
તારી દિલમાં ઉતારી છે
એ છબિ મનોહર છે
તને કેમ કરી બતાવું
તું કેટલો વહાલો છે
તું ખૂબ સુહાનો છે
એ રિશ્તો પુરાણો છે
તારા શું કરું ગુણગાન
તને ભાળું રહેના ભાન
તારો કણકણમાં આવાસ
તને માણું હરપળ પાસ
તારું નિત્ય સુંદર સ્વરૂપ
તારું શિવમ પવિત્ર રૂપ
તું સત્ય સભર પાવન
તું સહુને મન ભાવન
તારી દિલમાં ઉતારી છે
એ છબિ મનોહર છે

સુંદર નામ

March 7th, 2007

images1.jpg

 શ્રીજીનું   નામ  છે સુંદર  નામ
   ભજીલે  પ્યારા  શ્રીજી નું  નામ
   શ્રીજી નું  નામ છે ભગવદ નામ
   ભજીલે  પ્યારા  શ્રીજી નું   નામ 
   દુનિયાનાં લોકોથી   રિશ્તો  તોડ
   શ્રીજી  ના  નામથી  નાતો  જોડ
   શ્રીજીનું  નામ   નિરંતર    બોલ
   ભજીલે   પ્યારા  શ્રીજી નું  નામ
   શ્રીજીનું  નામ  છે  ખૂબ  પાવન
   શ્રીજીનું  નામ  છે  મન  ભાવન
   શ્રીજી   કરે   તારું   દુઃખ  હરણ
   ભજીલે  પ્યારા  શ્રીજી  નું  નામ
   શ્રીજીની   છે   કૃપા   અપાર
    શ્રીજી  કરે  તારો  બેડો  પાર
    શ્રીજી  દયાથી  સુખી  સંસાર
    ભજીલે  પ્યારા  શ્રીજી નું નામ
     શ્રીજી  વિના  પળ  ના  રહેવું
     શ્રીજી  નું નામ સુંદર  ઘરેણું
     શ્રીજી ના  નામની  માળા પહેરું
      શ્રીજીનું નામ  છે   ખૂબ ગહેરું
      શ્રીજીનું  નામ છે સુંદર નામ
      ભજીલે પ્યારા  શ્રીજી નું  નામ

કૃષ્ણ નામ

March 7th, 2007

krishna.jpg

  કૃષ્ણ  નામ મને  બહુ  ભાવન છે
   હરિ  નામ  ઘણું  અતિ પાવન છે
   શ્રીજી  નામ હ્રદયમાં  સ્થાપન છે
   પ્રભુ નામનું અહર્નિશ સુમિરન છે

   કૃષ્ણ નામ વિના મ્ને ચેન નથી
   હરિ નામ વિના સુખશાંતિ નથી
   શ્રીજી નામ વિના આરામ  નથી
   પ્રભુ નામ વિનાની  ભક્તિ નથી

    કૃષ્ણ નામનો  છે  મહિમા અપાર
    હરિ નામ હરે તારી ચીંતાનો ભાર
    શ્રીજી  કૃપા  કરે  તો  બેડો  પાર
     પ્રભુ નામ પ્રતાપે સુખી  સંસાર

     કૃષ્ણ  ને  શરણે  નિર્વિઘ્ને જા
     શ્રીજી ની દયા ને નિરંતર પામ

અસત્યો માંહેથી

February 27th, 2007

ca9418nu.jpg

 અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા
   ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા
   મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા
   તું હીણો હું છું તો,તુજ દરસનાં દાન દઈ જા
   પિતા પેલો આઘે જગત વીંટતો સાગર વહે
   અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે
   વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી
   દયાના પુણ્યોના તુજ પ્રભુ મહાસાગર ભણી
   થતું જે કાયાથી ઘડીક ઘડી વાણીથી ઉચ્ચરું
   કૃતિ ઇંન્દ્રિયોની મુજ મન વિષે ભાવજ સ્મરું
   સ્વભાવે બુધ્ધિથી શુભ અશુભ જે કાંઈક કરું
   ક્ષમા દ્રષ્ટિ જોજો તુજ ચરણમાં નાથજી નમું

રાધા ઝુમી ઉઠી

February 21st, 2007

images50.jpg

 રાધા ઢૂંઢી રહી કીસીને મેરા કાન દેખા
           મારી રાધા
       પ્યારમાં પાગલ રાધા
    રાધા ઝુમી ઊઠી કે નયનોંએ કાન નિરખ્યા
    હરખે ફૂલી ઊઠી ને ઝાંઝર રણકી ઉઠ્યાં

     ગોકુળમાં રાધાનો કાનજી ખોવાણો
     ગોપીઓના ઘરમાં જઈ તે ભરાણો
     ગોવાળો સંગે વંઠેલ —-કે નયનોએ કાન નિરખ્યા

     રાધાને માખણ ખાતો કાન દેખાણો
     બેઉ હાથે માખણ ચોર મંડાણો
     હૈયું હરખી ઉઠ્યું——-કે નયનોએ કાન નિરખ્યા

     રાધાએ કાન વિશ્રામઘાટે ભાળ્યા
     પાણીની હેલ ચઢાવતાં માણ્યા
     અંગ અંગ ભીંજાઈ ઊઠી—-કે નયનોએ કાન નિરખ્યા

     રાધા કાના સંગે રાસ રમંતી
     મધુવનમાંહી હસી ઘેલી ખેલતી
     ચાંદનીમાં ભાન ભૂલી—–કે નયનોએ કાન નિરખ્યા

દ્વિધા

February 12th, 2007

images12.jpg

જ્યારે જીવન મારું શ્રીજીને અર્પણ
શા કાજે મારે ફિકર ચિંતા
હાર અને જીતની અપેક્ષા
ન કરવી મારે દ્વિધા—૨

સંકટ સમયે સહાય તારી
સુખમાં દુખમાં ભાગીદારી
શાને કાજે નિંદ વિસારી
તારે શરણે હું ગિરધારી —હાર

બાળપણામાં આંગળી ઝાલી
જુવાનીમાં મુજને સંભાળી
બાકી આયખાની આ ઝોળી
તારે શરણે હું ગિરધારી—હાર

આ સંસારની રીત નિરાળી
મોહમાયા એ જકડી ભારી
સમતા કાજે કર પ્રસારી
તારે શરણે હું ગિરધારી—–હાર

તારું અર્પિત મારું જીવન
વણમાગ્યું અણમોલ જીવન
તરલને અસ્થિર આ જીવન
તારે શરણે હું ગિરધારી

હાર અને જીતની અપેક્ષા
ન કરવી મારે દ્વિધા—૨

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.