Archive for the ‘ભજનો’ category

બિરાજે છે

September 26th, 2007

       મારે  અંતરે  શ્રીજી  બિરાજે  છે
       મુજને જિવનનો રાહ દર્શાવે છે

      મારગમાં આવતા  અંતરાયોને
      શ્રીજી શ્રધ્ધાથી પાર  કરાવે છે

      મનડાને શ્રીજી પ્રેમ મનાવે છે
      તેની   ભ્રમણાઓને  ભાંગે  છે

      જીવન પથને શ્રીજી ઉજાળે છે
      કંટક વીણી ફૂલડા  બિછાવે છે

     દયાનો  સાગર  છલકાવે  છે
     પ્રેમે શ્રીજી  તેને  પખાળે  છે

      કર્મ  નિઃષ્કામ  કરાવે  છે
      વાણીથી શીખ વરસાવે છે

     જીવનની ગહનતા દર્શાવે છે
     શરણે   તેને   સ્વિકારે  છે

હાથ ઝાલો

September 22nd, 2007

શ્રીજીબાવા મારો હાથ તમે ઝાલો
સહારા વિના હું ભટકી ન જાંઉ
હાથ તમે ઝાલો ને મારગડો બતાવો
દિશા શૂન્ય છું ભટકી ન જાંઉ
તમારે સહારે આ જીવન ઉજાળું
હાથ ઝાલીને મંઝીલ પામું
લક્ષ ચોર્યાસીના ફેરાફરીને
પામી છું આ જીવન રૂપાળું
સત્ય સમજાવોને ભક્તિ બઢાવો
તમારાવીના ભટકી ન જાંઉ
વિશ્વાસ તમારો અહર્નિશ મુજને
દ્રઢતા મારી તમમાં વધારો
શરણે તમારે આવી છે દાસી
હાથ ઝાલીને તેને સ્વિકારો

શ્રી કૃષ્ણઃ શરણં મમ્

September 20th, 2007

શ્રી કૃષ્ણઃ શરણં મમ્ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શ્રી મહાપ્રભુજી એ આપ્યો મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શ્રી કૃષ્ણમાં સ્થાપ્યું મન શ્રી કૃષ્ણઃ શરણં મમ્
દિલના તાપ સમાવે મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
વૈષ્ણવ જનને વહાલો મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
સર્વ જગતમાં વ્યાપક મત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્
દૂર કરે મનડાના ભ્રમ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શંકા ના કર તેમાં ક્ષણ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
તું પામીશ કૃષ્ણ કેરું ધન શ્રી કૃષ્ણઃ શરણં મમ્
કૃષ્ણનું સ્વિકાર શરણ શ્રી કૃષ્ણઃ શરણં મમ્
શ્રી મહાપ્રભુજી એ આપ્યો મંત્ર શ્રી કૃષ્ણઃ શરણં મમ્

આલુ મસાલા

July 30th, 2007

images30.jpg

     સામગ્રીઃ    ૧ રતલ આલુ(બટાકા) નાના નાના લાલ
                 કાશ્મીરી મરચું (સ્વાદ પ્રમાણે)
           મીઠું, લીંબુનો રસ, ઝીણી સમારેલી કોથ્મીર
                  ટુથપીક ,તેલ, મેથીયાનો મસાલો,તલ
 
     બનાવવાની રીતઃ
                    બટાકાને બાફવા.
             તેલમાં સાંતળીન્જરાક કડક કરવા,
             સહેજ ઠંડા પડે એટલે તેમાં પ્રમાણસર મીઠું ઉમેરી
                      મેથીનો મસાલો ભભરાવવો.
              લીંબુ નીચોવી સર્વીંગ ડીશ માં ગોઠવવા.
              જ્યારે મહેમાનોને આપવું હોય ત્યારે કોથમરી
                       ભભરાવવી, દરેક બટાકા ઉપર ટુથપીક ખોસવી.
              તીખું ભાવતું હોયતો ઉપર કાશ્મીરી મરચુ પણ
                       ભભરાવવું.ઉપર તલ પણ
                જમતાં પહેલા ડ્રીંક્સ સાથે બહુજ સ્વાદિષ્ટ લાગશે.
 

દગો દેશે

June 8th, 2007

    જીવન સંધ્યાનું ટાણું
    પ્યારું ઘરનું આંગણું
    સહુ સાથ છૂટી  જશે
    તન પણ દગો  દેશે
    આ પિંજર પડી જશે
   તિમિર ગયું ને પ્હો થયો
   મળસ્કાનું મધ્યાહન થયું
   સંધ્યાના  સુહાના  રંગ
   રાત્રિમાં થયે પરિવર્તન
   બાળપણાનું  ભોળપણ
   શૈશવનું  મધુરું  જિવન
   જુવાની આવે  ઘોડાપૂર
   ઢળતી ઉમરનું શાણપણ
   સઘળાં કર્મોનું નિરાકરણ
   જિંદગી ના બને ભારણ
   મૌન સેવી નિરખ ગગન
   શાતા પામ બન  મગન
 

જમણો હાથ

May 23rd, 2007

images50.jpg

  ઝાલો  જમણો  હાથ જો  જો  છૂટે ના  સંગાથ
                                 શ્રીજી હાથમાં લો હાથ   

    જગને દીધો હાથ  છોડ્યો અધવચ્ચે  સંગાથ
                                   શ્રીજી હાથમાં લો હાથ

    તમ પર છે વિશ્વાસ તેનો કરશો ના કદી ઘાત
                                        શ્રીજી હાથમાં લો હાથ

    અનેરો તારો હાથ ઝાલ્યો બન્યો ઘનેરો સંગાથ
                                      શ્રીજી હાથ માં લો હાથ

    લાંબી જગની  વાટ  તેમાં  કાંટાની  છે  વાડ
                                  શ્રીજી હાથમાં લો હાથ

    હૈયે   મૂકો   હાથ   શ્વાસે  શ્વાસે  છે   સંગાથ
                             શ્રીજી હાથ માં લો હાથ

    હાથોનો  મિલાપ  હ્રદયે  ના  રહ્યો  વિલાપ
                              શ્રીજી હાથ માં લો હાથ

ધર્મને નામે વેપાર

May 18th, 2007

images1.jpg

  ધર્મ શું  છે  આ  જિવનમાં  કરી લે તું  વિચાર
   ધર્મ  ધર્મ ને  નામે  આજે  વણસ્યો છે વેપાર
                 માનવ ધર્મને સમજી અપનાવ
 માળા ફેરવી તિલક લગાવ્યું કર્યા ભજન બે ચાર
 વેદ ઉપનિષદ વાંચી સમજી કર્યા શ્લોક  અપાર
                માનવ  ધર્મને સમજી અપનાવ
 ધર્મ ને નામે ધતિંગ ઘણાંને ધુતારાઓ પ્રખ્યાત
 દેશ  વિદેશમાં ફરી  ફરીને  બને તે  માલામાલ
                 માનવ  ધર્મને સમજી અપનાવ
 માનવ વચ્ચે ભેદ ન  સર્જે  ધમે  સદા  આઝાદ
 નાનાં  મોટા  સાચા  ખોટા  અધર્મના   આકાર
                 માનવ ધર્મને સમજી અપનાવ
 જાગૃત પવિત્ર સત્ય સભર પ્રવર્તે ધર્મ નું રાજ
 આસક્તિ ત્યજીદે કર તું  હરદમ  સવળાં  કામ 
                માનવ ધર્મને સમજી અપનાવ
 અહંકાર ત્યાગી દંભ ત્યજી ભરરે નિંદરથી જાગ
 ભજ ગોવિંદમ ભજતું કૃષ્ણ ભજ તું રામનું નામ
                માનવ ધર્મને સમજી અપનાવ    

એક પંખી રામે પાળ્યું

May 7th, 2007

images13.jpg

           એક પંખી રામે પાળ્યું
           હો એક પંખી રામે પાળ્યું
           કરૂણામયી સીતાએ એને
          વ્હાલે ચૂમી  પંપાળ્યું
                     હો એક પંખી——
     તેજ તિમિરની લીલા નિહાળી  હસતી એની આંખો
     નભગંગાઓ   સમેટી  લેતી  એની  પવન  પાંખો
     પાંખ  પસારી  રમતાં  એણે  વાયુ  મંડળ  ખાળ્યું
                       હો એક પંખી—-
     ઊંડે આભલું આંબી, એને સ્વર્ગ પ્રુથ્વી સૌ સરખાં
     સાત ગગનની આરપાર ઊડવાના એને  અભરખા
     ઊડી ઊડીને આખર એણે જિવન  રામપદ  ઢાળ્યું
                        હો એક પંખી—–
    જાનકીને લોચનિયેથી કંઈ  ટપક્યાં  મોંઘા  મોતી
    ચણ્યા સ્નેહથી એણે  સઘળાં  મોતી  ગોતી  ગોતી
      ત્યજી ટચૂકડો દેશ  વિરાટે  પ્રયાણ  એણે  વાળ્યું
                  હો એક પંખી——  

poet: Chandrakant Desai

પ્રેમ સગાઈ

May 5th, 2007

ca88w2tr.jpgimages8.jpg   

    સબસે ઊંચી પ્રેમ સગાઈ
    દુર્યોધનકો મેવા ત્યાગો
    સાગ વિદુર ઘર ખાઈ
          સબસે ઊંચી પ્રેમ સગાઈ
    જૂઠે ફલ શબરી કે ખાયે
    બહુવિધિ  પ્રેમ  લગાઈ
           સબસે ઊંચી પ્રેમ સગાઈ
    પ્રેમ કે બસ ન્રુપ સેવા કીન્હી
    આપ બને હરિ નાઈ
           સબસે ઊંચી પ્રેમ સગાઈ
     રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર કીન્હોં
      તામેં જૂઠ ઉઠાઈ
             સબસે ઊંચી પ્રેમ સગાઈ
      પ્રેમકે બસ અર્જુન રથ હાંક્યો
       ભૂલ ગયે ઠકુરાઈ
             સબસે ઊંચી પ્રેમ સગાઈ
       ઐસી પ્રીતિ બઢી વ્રુદાવન
        ગોપિયન નાચ નચાઈ
       સુર ક્રૂર ઈસ લાયક નાહીં
       કહાં લગિ કરીરે બડાઈ
          સબસે ઊંચી પ્રેમ સગાઈ

   ખુબ સુંદર અને મનભાવન ભજન
    ————————

બિરાજે છે

May 3rd, 2007

images17.jpg

       મારે  અંતરે  શ્રીજી  બિરાજે  છે
       મુજને જિવનનો રાહ દર્શાવે છે

      મારગમાં આવતા  અંતરાયોને
      શ્રીજી શ્રધ્ધાથી પાર  કરાવે છે

      મનડાને શ્રીજી પ્રેમ મનાવે છે
      તેની   ભ્રમણાઓને  ભાંગે  છે

      જીવન પથને શ્રીજી ઉજાળે છે
      કંટક વીણી ફૂલડા  બિછાવે છે

     દયાનો  સાગર  છલકાવે  છે
     પ્રેમે શ્રીજી  તેને  પખાળે  છે

      કર્મ  નિઃષ્કામ  કરાવે  છે
      વાણીથી શીખ વરસાવે છે

     જીવનની ગહનતા દર્શાવે છે
     શરણે   તેને   સ્વિકારે  છે

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.