Archive for the ‘ભજનો’ category

મારે આંગણ

February 5th, 2007

images44.jpg

  આજ સખી મારા આંગણીયામાં ખેલે નંદકુમાર  જો
   તોરણ બાંધ્યા દીવડાં પ્રગટાવ્યા અંતરે થયો ઉજાસ જો

   નંદકુંવરને પાયે રૂમઝુમ ઝાંઝરનો રણકાર  જો
   મોરમુગટ માથે ને  સંગે  સોહે  મોરપીંછ  જો
 
   કાળી કામળી હાથમાં લાકડી ગાયો ચારવા જાય જો
   ગોપબાળોની સંગે નટવર  નટખટ  સોહાય  જો

   મહીડાં માખણ ચોરી લાલો બેઉ  હાથે  મંડાણો જો
   મધુરી મીઠી વાંસલડીનાં  સૂરમાં ભાન ભૂલી  જો

   ગોપીઓની સંગે રાસલીલામાં વ્રજની રેણુ હરખે જો
   જુગલ જોડીની ઝાંખી કરતાં હૈયે હરખ ન માય જો

   હું તમારી તમે છો મારાં જીવનો થયો ઉદ્ધાર જો
   આવ્યા ત્યારે ભલે પધાર્યા અંતરે કીધો વાસ જો  

અજવાળા

January 25th, 2007

 risingsun.gif

 અંધારા ઉલેચીને
       હે પ્રભુ  અજવાળાં ફેલાવો, ફેલાવો
       મનની અટારીએથી માયા મૂકાવી
        હે પ્રભુ મહેકાવો , મહેકાવો
        દિલનાં દુખડા દૂર કરી
        હે પ્રભુ દર્દથી સજાવો, સજાવો
        વાણીની સરિતા દ્વારા
         હે પ્રભુ વહાલને વરસાવો, વરસાવો
         કર્મની કુંપળોને સત્કર્મથી
          હે પ્રભુ સોહાવો, સોહાવો
          વર્તન સુંદર ને વિનયથી
          હે પ્રભુ શણગારો, શણગારો
          નાનીશી પ્રેમની દીવી પ્રગટાવી
          હે પ્રભુ અજવાળાં ફેલાવો, ફેલાવો     

ઓરા આવો

January 23rd, 2007

images93.jpg 

 ઓરા આવો તો વહાલાં નિરખું શ્રીનાથજી
   આંખલડી મારી પાવન થાયે શ્રીનાથજી
   તમ સાથે જોડી પ્રિતડી શ્રીનાથજી
   હૈયું હાથ રહ્યું જાય ના શ્રીનાથજી  ઓરા આવો—
  કાનમાં કહેવી તમને વાતડી શ્રીનાથજી
   મંગલ આશિષ વરસાવો શ્રીનાથજી  ઓરા આવો—-
  તમ ક્રૂપાએ જીવનમાં ભાત છે શ્રીનાથજી
   ભક્તોનો સંગ રૂડો પામી શ્રીનાથજી  ઓરા આવો—-
  બંસીના નાદે થઈ ઘેલી શ્રીનાથજી
   રાસલીલામાં ભાન ભૂલી શ્રીનાથજી   ઓરા આવો—
  હ્રદયનાં દ્વાર ખૂલ્લાં મૂક્યા શ્રીનાથજી
   આગમનની ઘડીઓ ગણાતી શ્રીનાજી  ઓરા આવો—
  જીવન પથપર સંગ તારો શ્રીનાથજી
   અંત સમયે સાથ સાધજો શ્રીનાથજી   ઓરા આવો–
     
   

તું

January 22nd, 2007

cadpbfr4.jpg 

  તારા દર્શનની ઝલકે મારા દિલમાં આનંદ ઉભરાણો
    તારા સાંનિધ્યે શ્રીજી મારા નયનોમાં પ્યાર છલકાણો
    તુજને મળવા આતુરતાથી આવી ઊભી હું નાથદ્વારા
     તારી શોભા હું શું વરણું મારી તુચ્છ વાણી દ્વારા
     તારું સુંદર પુલકિત મુખડું હરી ગયું મારા સાન અને ભાન
     તારા નેણ કટાક્ષે ઘાયલ વિસરી ગઈ હું મધુરું ગાન
     તારી સંગે મુરલીમનોહર મોરપીંછ મસ્તકે લહેરાય
     ઝારી બંટા માખણ મિસરી પાનનાં બીડા શોભિત થાય
     આંગણ લીંપ્યું દીનતાએ સંવર્યું આવો હે ગિરધારી
     મીટ માંડી છે નિરાશ ન કરશો નિરખું વાટ તમારી
     ક્યારે પધારશો ઝિઝક ન કરશો બિરાજો અંતરમાંહી
     હ્રદય સિંહાસન ખાલી પડ્યું છે તારે કાજ મુરારી

તારું ગીત

January 20th, 2007

cai56ha5.jpg 

પ્રભુ તારું ગીત સંભળાયું છે
કર્ણપટે અથડાયું છે
પ્રભુ તારું ગીત સંભળાયું છે
એક કડી કાને પડી છે
શબ્દ બનીને ઉતરી છે પ્રભુ–
બીજ રૂપે ફૂલ્યું ફાલ્યું છે
વ્રુક્ષ બની લહેરાયું છે
બીજમાં અમી છૂપાયું છે
સત્યની ધારે સિંચાયું છે પ્રભુ–
વાયરાની સંગે ઝુમવું છે
મસ્તીમાં મન ભિંજાયું છે
ગીતના તાને ડોલ્યું છે
સૂરમાં તેનાં રેલાવું છે પ્રભુ===
પ્રેમનાં રસમાં પાવન છે
મોરલીનાં નાદે હરખે છે
હ્રદયમાં આસન માંડ્યું
અંગ અંગ પ્રસરાયું છે પ્રભુ—
ગીતમાં જ્યોત છુપાણી છે
ગીતની ગીતામાં ડુબવું છે
જાગીને જોંઉંતો શમણું છે
તારા સાન્નિધ્યે નરવું છે
પ્રભુ તારું ગીત સંભળાયું છે

શ્રીજી

January 20th, 2007

images98.jpg

  જીવવું તારા સાંનિધ્યે શ્રીજી
   આનંદ મંગલ દેનાર શ્રીજી
   શ્રીજી વિનાનું આ જગ ખારું
   શ્રીજી સુમિરને બને સુહાનું
   સહુ સંબધ સ્વાર્થના જગમાં
   તું એક ના કોઈ કામના
   તુજમાં મારું મન પરોવાયે
   જીવન ધન્ય બને સોહાયે
  પ્રેમ સહુનો વધતો ઘટતો
  તારા પ્રેમનો માણ્યો ચટકો
   હરહંમેશ સમાન તે વહેતો
   જીવન હર્યું ભર્યું રાખતો
  એક તમન્ના છે આ દિલમાં
  ઓટન આવે તારી ભક્તિમાં
  રાખજે ક્રુપા તારી અહર્નિશ
   શરણે લેજે હે અવિનાશી     

સાંભળ

January 15th, 2007

caeluns3.jpg

  અંતરથી કાના તને પાડું છું સાદ
      હળવેથી સાંભળ મારી વાત
      મીરાંને માધવ રૂપે મળ્યો તું
      નરસિંહની માણેકનું પૂર્યું મામેરું
      વાંક ગુનો મારો બતાવ
         હળવેથી સાંભળ મારી વાત
      રામ પ્રતાપે શીલા અહલ્યા થઈ
      સુદામાના તાંદુલની મિઠાશ મધુરી
      વાંક ગુનો મારો બતાવ   
         હળવે થી સાંભળ મારી વાત
      સત્ય અને શાંતિની મશાલ લઈને
      સદાચારનું આભુષણ ધારીને
      દેખાડું દિલડાનો ડાઘ
       હળવેથી સાંભળ મારી વાત

વાલમ

January 15th, 2007

cau32nyp.jpg 

હું તો વાલમ ને વિનવીને થાકી
       સાજન તું મારે સ્વપને નથી
       રસ્તે જતાં મારી છેડતી કરતો
       વાયદા મારા સદાને નિભાવતો
       શાને કાજે તું પજવતો
       સાજન તું મારે સ્વપને નથી
       સવાલો કરીને સરકી જતો તું
       જવાબો મારા કાને ન ધરતો
       શાને તું મુંઝવણમાં નાખતો
       સાજન તું મારે સ્વપને નથી
       મિલનની ઘડીઓમાં મૌઝથી મહાલતો
       વિયોગમાં આંસુડા મુજને સરાવતો
       વાટ જોઈ નયનો થકાવતો
       સાજન તું મારે સ્વપને નથી 

પગલાં

January 13th, 2007

ca3abi7p.jpg

પુણ્ય તારું વાપરીને
પાપ ભેગું કરતો ના
આ સંસારે જન્મધરીને
રેતમાં પગલાં પાડતો જા
કંઈક આવ્યા કંઈક આવશે
નામ નિશાન ભૂંસાઈ જાશે
અહંમ તારું વિઘ્ન કરશે
સંયમ દિલમાં ધરતો જા
આ સંસારે જન્મ ધરીને
રેતમાં પગલાં પાડતો જા
લક્ષચોર્યાસીના ફેરા ફરીને
અમૂલ્ય મનખા દેહ ધરીને
અગરબત્તીની સમ જલીને
સુવાસ તું પ્રસરાવતો જા
આ સંસારે જન્મ ધરીને
રેતમાં પગલાં પાડતો જા

વિનંતી

January 13th, 2007

cah7nlzt.jpg 

ઓ કનૈયા મુરલી બજૈયા
      સાંભળ વિનતી દાઉ ભૈયા
      આવી દ્વારે હાથ પસારે
      ક્રુપા તારી અહર્નિશ માંગે
      નિર્મળ મનવા સ્વાર્થને ત્યજવા
      શરણે તારે ભક્તિ  માગે
      સુમિરન તારું ચિત્તમાં પ્યારું
      માન અપમાને સમતા રાખે
      વાણી મધુર વર્તન સુંદર
      ‘પમી’ની અરજી કરજો મંજૂર 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.