Archive for the ‘કાવ્યો’ category

દોટ

November 24th, 2007

ચતુષ્કોણને ચડી ચરબી ને

પાંચ ભુજા વાળો થવા મૂકી દોટ

આવો તમને બતાવું આજે નવિન કૌતુક એવું

ચતુષ્કોણને પાંચ ભુજા લાગે કેવું વરવું

ચાર ભુજા દોરી તેમાં શું કરી વડાઈ

પાંચમી દોરો તો આપું તમને વધાઈ

ભુજાઓમાં થઈ રકઝક પાંચમીની ના કોઈ સગાઈ

દડબડ કરતી દોડી આવી ખટપટમાં પરોવાઈ

એકના થયા બે ને બેના થયા ચાર

પંચ ત્યાં પરમેશ્વર શાને લાગે નવાઈ

હડસેલા ખાતી ખોડંગાતી પાંચમી તનમનથી ઘવાઈ

શાણપણ વાપરી પાયાની ભુજાને પકડી તિરાડથી ડોકાઈ

પરિસ્થિતિ પામી માનભેર છૂપાઈ

પાંચમી અદૃશ્ય (ભુજા)ની ગાથા ગવાઈ

ટાપટીપ

October 15th, 2007

ટાપટીપ કરતી યુવાન છોકરીઓ ડીસ્કોમાંથી આવે
ભાન ભૂલેલી તે યૌવનાઓ યુવાનોને શરમાવે
માતાપિતા ડરતા ડરતા રે તેમને કેમ કરી સમજાવે

કોની વનિતા કોની કન્યા કોલેજમાંથી નિસરતી
ભણવાને બહાને ક્યાં ક્યાં ભટકે તેની ખબર ના રહેતી
મારગ ભૂલેલી દિકરી અવળે રસ્તે ચડી જતી

દોસ્તો સંગે તે ઘુમતી લાજ મર્યાદા ઓળંગતી
નોકરી કરવી પૈસા કમાવવા તેને પ્રાધાન્ય દેતી
આછકલી ઉછ્રંખલ બની જીવનમાં ગુમરાહે ચડતી

ઘરકામ કરવામા હીણપત લાગતી ફેશનમાંહી ફરતી
ઉંચી એડીના ચંપલ પહેરી પંજાબીનો દુપટ્ટો લહેરાવતી
અમેરિકાની આંધળી નકલ કરતી ભારતિયતા ભૂલતી

દેશી નહી પણ વિદેશી માલની બોલબાલામાં રાચતી
દેખા દેખીમાં ગળાડૂબ રહેતી સ્વતંત્રતાને અવગણતી
માતૃભૂમિને વિસરતી માતાપિતાને આદર નવ દેતી

વાચક મિત્રો ” રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે”
યાદ હશે?

રાસની રમઝટ

October 9th, 2007

દુહો

હે———-
ગોકુળથી મથુરાનો મારગ ભલે લાગતો નાનો
કાનુડાની નીંદ ઉડાડી લઈ ગયો મતવાલો
થઈયા —થઈયા——થા

ગોકુળ છોડીને મથુરા આવીને મારી નિંદર વેરણ થઈ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા—–

નંદ જશોદાનો નિર્મળ પ્રેમ અને વ્રજવાસીઓનું વહાલ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા—-

ગોકુળને ગોંદરે ગાયોના સાદને ગોપીઓની રૂડી પ્રિત
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——

મથુરાના રાજભોગ ફીક્કા લાગે ભલા ગોકુળના માખણ મિસરી
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——–

મથુરાના મારગ મોકળારે મને વહાલી ગલીઓ સાંકડી
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા——

ઇન્દ્રપુરી પણ તુચ્છ ભાસે મને વહાલેરું ગોકુળીયુ ગામ
રે ઉધ્ધવ મન ગોકુળ તન મથુરા———

ગોકુળ છોડતા વખતે કૃષ્ણને પયેલી વિરહની
વેદના
૦ ૦
૦ ૦
. .
. .

રાસની રમઝટ

તું ક્યાં નથી?

October 9th, 2007

જ્યાં જ્યાં નજર હું ઠેરવું બસ તારી ભવ્યતા દેખું
તું ક્યાં નથી તુ ક્યાં નથી એ જાણવાને હું મથું

સૃષ્ટિના કણ કણમાં તારું અસ્તિત્વ છાઈ રહ્યું
પત્રમાં ફળ ફૂલમાં કુદરત બની છુપાઈ ગયું

સિંધુમાં બિંદુ બની તું આભને પામવા મથી રહ્યું
મસ્તી રૂપે મોજા માહીં પ્રચંડ થઈને છાઈ રહ્યું

ઉન્નત મસ્તકે પર્વત રૂપે સ્થિર થઈ ઉભો રહ્યો
ઉર્ધ્વગામી થઈ જીવનમાં હાથ હલાવી કહી રહ્યો

શક્તિ તારી અણકલપ્યને અમાપ રૂપે પ્રવર્તતી
અકળ તું,અણમોલ તું,અજોડ તું,અવિનાશી તુ

સહુ એક સવાલ પૂછે છે. હે ઈશ્વર તું ક્યાં છે?

મને એક સવાલ કાયમ સતાવે છે, હે ઈશ્વર તું ક્યાં નથી?

ક્ષણ

September 26th, 2007

 ક્ષણ  ની કિંમત ને તું  જાણ
    માનવી ના બનીશ અનજાણ

   ક્ષણ  ભરમાં  તારું  ભવિષ્ય
   તારે  હાથે  તું   ફેરવવાનો

  ક્ષણમાં હતો નહતો  થવાનો
  ક્ષણમાં નવલો દેહ ધરવાનો

  ક્ષણની કિંમત  વિમાની  જાણે
  ક્ષણની મહત્તા વિદ્યાર્થિ પહેચાને

  ક્ષણ ક્ષણ નું આ બનેલું જિવન
  ક્ષણ  ભરમાં  પરાસ્ત  થવાનો

  ક્ષણનો દૂર ઉપયોગ કરીશના
  ક્ષણ વેડફાય તેવું જીવીશ ના

  ક્ષણનું મહત્વ જો તું ના સમજે
  રાંડ્યા પછી શું ડહાપણ નીપજે

ચિત્ર દોર્યું આજે

September 21st, 2007

ચિત્ર એક દોર્યું મેં આજે
પૂર્યા રંગ તેમાં મેં સાંજે

નથી ચોક કે પીંછીં મેં લીધી
છતાં તે દીસે સુંદર ને ગાજે
એકે લીંટીં નથી મેં ભૂસી
રંગોની નથી મિલાવટ કીધી

જિંદગીનું ચિત્ર જાતે દોરાતું
નવી લીટી નથી ઉમેરાતી
જૂની લીંટી નથી ભૂંસાતી
દોરાય જાતે છતાં કહું આજે
ચિત્ર એક દોર્યું મેં આજે

હવે તો વિરમ

July 13th, 2007

images3.jpg  

  અરે કાલે  શું  વરસ્યો   છે  વરસાદ
  બસ  થમવાનુ  નામ ન લે વરસાદ
  ઘર અને ગામ લીધું  માથે  વરસાદ
  પાણીથી તરબોળ કીધું આવે વરસાદ
  પાણી ચોગરદમ ન  પીવા   ઘુંટભર
  પાણીનું તાંડવ ખેલ્યો ગાંડૉ વરસાદ
  રસ્તાઓ  બંધ  સહુને  મેલ્યા   રસ્તે
  સઘળું ખેરવાયુ ક્યારે વિરમશે વરસાદ   

જિવન એક ખેલ છે

June 23rd, 2007

images18.jpg

   ભલે ને  અમે કાળી  મજૂરી  કરતાં
   અમારા મુખ પર હાસ્ય ના વિલાતાં
      અરે સાંભળો આ જિવન તો એક ખેલ છે
   અમારો શું વાંક કે અમારા આ હાલ
   માતા પિતા અમારા જુઓ  બેહાલ
          હા આ જિવન તો એક ખેલ છે
   ભણવું  હોય છતાં રોટલા  ખાતર
   નાના ભાઈ બહેનોની હંસી ખાતર
          આ જિવનનો ખેલ ખેલવો છે
   જો તમારા દિલમાં પ્યાર હોય
   અમારા  માટે જો  ભાવ  હોય
      આવો આ જિવન ખેલમાં સામિલ થાઓ
   ખેલમાં હાર પણ હોય યા જીત
   કિંતુ ખેલ ખેલમાં પામીશું પ્રીત
     અરે સાંભળો, આ જિવન એક ખેલ છે
 

છેટાં રહેવામાં

June 7th, 2007

 ઝેરનાં પારખાં જાણી જાણી કીધાં
   માણ્યાં અનજાણ બનીને
        વાલમજી મારા સજા છે
              છેટાં રહેવામાં
   ઝેરનાં અમૃત મીરાં એ બનાવ્યા
   શીવજીએ કંઠમાં પરોવ્યા
   વિશ્વનાથે સહાય કરીને
   નીલકંઠ થઈ વખણાયા
      વાલમજી મારા સજા છે
            છેટા રહેવામાં
   જાણી જોઈને હરિજન વાસે
   માધવનાં ગાણા ગવાણાં
   નરસૈયાનો સ્વામી શ્યામ
   શામળીયો થઈને પંકાણા
       વાલમજી મારા સજા છે
            છેટા રહેવામા
   માણ્યા કે માણશું અજાણ થઈને
   પ્રિતમ વિયોગનાં ટાણાં
   અડધે વસ્ત્રે વનમાં રઝળી
   યમરાજ પાસથી તેડાવ્યાં
       વાલમજી મારા સજા છે
           છેટા રહેવામાં
    મુજ દિલમાં ઢુકીને ભાળો
    નજર્યુંના તીર સંધાણા
    મળ્યાં કે મળશુ ભવના સાથી
    પ્રીતની દોરે બંધાણા
          વાલમજી મારા સજા છે
              છેટા રહેવામા

કેનકુનનો દરિયા કિનારો

June 7th, 2007

      તું મુજને મળવા આતુર છે
     હું તુજને મળવા તરસું છું

     તારા મારા મધુર મિલનની
     સુખદ  પળો ને   ઝંખું  છું

     આવેગ સહિત તું આવે છે
     હું મન હી મન મુંઝાઊ છું
    
     તારી ઉત્કટ ભાવના દેખી
     મનમાં ખુશી અનુભવું છું
    
      ભાનભૂલી ને તારી પાસે
      ધસમસતી દોડી  આવું છું

     તુજને આલિંગી તુજમાં સમાઈ
     જગને     વિસારી    વિરમું  છું

    

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.