Archive for the ‘કાવ્યો’ category

એ તો એમ જ થાય

January 21st, 2008

            છોડે    છૂટતું     નથી
            આપોઆપ  છૂટી જાય
            જોડે  જોડાતું    નથી
            સાંધો  રહી     જાય

            વા  વાય ને પાન  ખરે
            વાયરે    ઉડી    જાય
            વા  ખેરવે  વા  ઉડાડે
            વાયરો    વેરી   થાય

            નદી  વેગે   વહે
            ચંચળતા  ઉર  ધરે
            અટકાવી   ના  અટકે
             ઉદધિ  ઉરે    સમાય

    
            બાળકને   જન્મ  દે
            પ્રાણ   રેડી    ઉછેરે
            પાંખ  આવતા  ઉડે
            જનની  વિસરી  જાય

લક્ષ્મી  સંઘરો  નહી
              ખર્ચે  બમણી  થાય
               કૂવે  પાણી  ઉલેચો
               નવિન  જલે  છલકાય

            બાળકને   જન્મ  દે
            પ્રાણ   રેડી    ઉછેરે
            પાંખ  આવતા  ઉડે
            જનની  વિસરી  જાય
 

 
 

વૈતરણીમા વહેવા

December 28th, 2007

         ઉદરેથી અવતરણ  માડી
        વૈતરણીમાં વહેવા માંડી
        ખપેનાં  હલેસાં કે હોડી
        ભણતરની તરવી  ખાડી
        જ્ઞાનની ચાલતી  ગાડી
        જુવાનીની ઓઢી  સાડી  
        કન્યા બની સુહાની લાડી
        સાજન સંગે લીલી  વાડી
        અહંની  ઉંચી  તાડી
        સંસારની  નજર્યું  બાંડી
        જીવજંતુ  ખાયે  ચાડી
         આળસે  રોકી  પાડી
         બધિર કાન ચામડી જાડી
         અનુભવની આંખો ફાડી
         સંસ્કારથી  દીપી ઘડી
         સમઝણે સર્જી લીલી વાડી
         પરમાર્થની કેડી છાંડી
         સ્વાર્થનો  છેડો  ફાડી
         સત્યની  ઝાલી  નાડી
         અંતિમ  યાત્રાની  ગાડી
         અનંતની  મીટ  માંડી   

મુજથી રિસાણા

December 15th, 2007

મનડાની  મધ્યે
        હૈયામાં  હલચલ
          પુરાની  પાવન
            પ્રિત્યુના  સાવન
             આવો  સજાવો
               યાદો એ માળો
                 દિલમાં  દીવાઓ
                   પ્રેમે  પેટાવો
                     વાલમ તમારી
                        ખુમારી છે પ્યારી
                           નયનોની બારી
                              જુએ  વાટ તારી
                                 જીવનની ગલીઓમાં
                                    વાટે તું મળીઓ
                                       અંતરથી  પુછું
                                         ક્યાં તું  ખોવાણો
                                            જીવનની  નૈયા
                                                ન  છો  ખેવૈયા
                                                  શા  કાજે તમે
                                                     મુજથી  રિસાણા

અખાના પદ

December 14th, 2007

 તિલક  કરતાં  ત્રેપન ગયા,  જપમાલાના  નાકાં  ગયા
       તીરથ ફરી  ફરી થાક્યાં ચરણ તો યે ન પહોંચ્યા હરિને શરણ
      કથા સુણી સુણી  ફૂટ્યા કાન અખા તો યે ન આવ્યું બ્રહ્મજ્ઞાન
     
       એક  મૂરખને  એવી  ટેવ  પત્થર  એટલા પુજે  દેવ
       પાણી  દેખી  કરે  સ્નાન  તુલસી  દેખી  તોડે  પાન
       એ  અખા વડું ઉત્પાત ઘણાં પરમેશ્વેર એ ક્યાંની વાત
      એક નગરમાં  લાગી  લાય પંખીને  શો  ધોકો  થાય
      ઉંદર  બિચારા  કરે  શોર  જેને  નહીં  ઉડવાનું  જોર
      અખા જ્ઞાની ભવથી ક્યમ ડરે જેની અનુભવ પાંખો આકાશે ફરે
       આંધળો સસરો ને શણઘટ વહુ એમ કથા સાંભળવા ચાલ્યા સહુ
       કહ્યું  કાંઈ  ને  સમજું  કશું  આંખનું  કાજળ  ગાલે  ઘસ્યું
       ઊંડો  કૂવો  ને  ફાટી  બોખ  શીખું  સાંભળ્યું  સર્વે  ફોક
       દેહાભિમાન   હતું  પાશેર   તે  વિદ્યા  ભણતા  થયો  શેર
       ચર્ચાવાદમાં   તોલે  થયો  ગુરુ  થયો ત્યાં  મણમાં  ગયો
       અખા  આમ  હલકાથી  ભારે  થાય  આત્મજ્ઞાન સમૂળું જાય
       સો  આંધળામાં  કાણો  રાવ આંધળાને  કાણા પર  ભાવ
       સહુના  નેત્રો  ફૂટી  ગયા  ગુરુઆચારજ  કાણાં  થયા
       શાસ્ત્ર તણી છે એક જ આંખ અનુભવની ઉઘડી અખા નહી આંખ

lakir

December 12th, 2007

 મટકું  માર્યા  વગર  દૃશ્ય  માણી  રહી   હતી
      રાઝ  તેનો  માત્ર  હું   જ    જાણતી   હતી
     ચારેકોર  મારી  સમાંતર  લકીરો  તણાઈ  હતી
     ન  નાની  કે   મોટી  સહુ  એક  સરીખી   હતી

      એકલતા  છતાંયા  તે  જીવન   સંગીની  હતી
      નજર્યુંને  ન  જણાય  તો દિલમાં ગમગીની હતી
       દોરી  ખેંચતાં  તે અલપ  ઝલપ રમતી  હતી
       હર  રાતે તેને મળવાની  દિલમાં તલપ  હતી

        અમાસની  રાતે ઢુંઢું  તોયે  જણાતી  ન  હતી
         પૂનમની  રાતે  ખૂબ  રંગીની  રેલાવતી  હતી

        તમને થશે  આ શેનું  સુમ્દર  વર્ણન  છે.

     બારી  પર  લટકતા  “મીની  બ્લઈન્ડ” ની
    કરામત છે. કદીક  સમય મળે તો જોજો કેવું
     સુંદર  દૃશ્ય  દૃષ્ટિગોચર થશે.  છેલ્લાં પાંચ
      વર્ષથી  આ મારો સિલસિલો  થઈ ગયો છે.

કબીર——-પ્રવિણા ઉર્ફ ‘પમી’

December 11th, 2007

 kabir.jpg

 કબીરની વાત આપણે   સહુ  જાણીએ છીએ.
       તેમનું  રચેલું  પ્રસિધ્ધ ભજન
     ”  ઝીની રે ઝીની   ચદરિયા”

    એના પર મારા વિચારોમાં  નાનો શો પ્રયાસ.

     

      ચદરિયા  મૈલી રે કીની
          બુનનેવાલેને  પ્યારસે બુની
           મુરખ  મૈલી કીની
            ચદરિયા મૈલી રે કીની

            જગકે  રંગમેં  ઐસી  રંગી
            સ્વાર્થસે  મૈલી કીની
              ચદરિયા  મૈલી રે કીની

    
              ડૂબ  સંસારમેં  પ્યારન કીનૉ
              મોહમેં  ગંદી  કીની
                ચદરિયા  મૈલી રે કીની

              સત્યસે  આંખ મિચોલી ખેલી
               જૂઠમેં  ઉલઝી મુંદી
                 ચદરિયા  મૈલી રે કીની
           નિર્મલ વિચારકી  ગંગા છાંડી
             મલિન  જલમેં હોડી
               ચદરિયા  મૈલી રે કીની
             દાસ  ‘પમી’કી  અરજી  સુનો
             કબીરકી  બાત હૈ માની
              પ્રયત્ન  ઔર પુરૂષાર્થ  કીનો
                મૈલ  ધોનેકી  ઠાની

                ચદરિયા  ધોકે  વાપસ દીની
                  ચદરીયા ધો કે વાપસ દીની

        ” દાસ  કબીરને  ઐસી  ઓઢી                
            જ્યોં કી ત્યોં ધર દીની”

       ‘ચદરિયા  જીની રે જીની’
          
 

ક્યાં ગમે?

December 5th, 2007

શબ્દ જ્યાં સરતો નથી
વાણી જ્યાં વહેતી નથી
દ્રષ્ટિ દેખી ના શકે
તે વાસમાં વસવું ગમે

પવન જ્યાં પાણી ભરે
અંધકાર જ્યાં ઓગળે
સૂર્ય પહોંચી ના શકે
તે વાસમાં વસવું ગમે

આભ જ્યાં સિમિત બને
વિજળી જ્યાં સ્થગિત બને
વાદળ વર્ષા ના કરે
તે વાસમાં વસવું ગમે

શાંતિ જ્યાં જઈ સળવળે
ઘોંઘાટ જ્યાં ગુંજી રહે
મૌનનું સંગીત સુણાય
તે વાસમાં વસવું ગમે

જીંદગી જ્યાં ઝગમગે
મૃત્યુ જ્યાં મહેકી ઉઠે
ઇશને જ્યાં ઓળખાય
તે વાસમાં વસવું ગમે

હા, હા, હા

તે વાસમાં વસવું ગમે

જ્યારે

November 30th, 2007

જ્યારે વાદળી ભારી થાય છે ત્યારે વરસી પડે છે

જ્યારે સૂર્યોદય થાય ત્યારે અંધકાર ગાયબ થાય છે

જ્યારે ચાંદ ચાંદની વરસાવે ત્યારે શિતળતા ફેલાય છે

જ્યારે ફૂલ ફળમાં પરિણમે ત્યારે અસ્તિત્વ મિટાવે છે

જ્યારે કમળ કાદવમાં ખીલે ત્યારે સોહામણું લાગે છે

જ્યારે સોનાની બંગડી બને ત્યારે ઉરે ઘા ઝીલે છે

જ્યારે બાળક યુવાન થાય ત્યારે માતાપિતાનાં વાળ ધોળા થાય છે

જ્યારે જીવન સમાપ્ત થાય ત્યારે રેતમાં પગલું પડે છે

જ્યારે વાયરો પગલું ભૂસે ત્યારે મોજા પર નામ લખાય છે

જ્યારે અને ત્યારે ની ચીલ ઝડપ.

ઉષ્મા

November 28th, 2007

ક્ષણોના સમુહથી સરજાયેલું આ માનવ જીવન કેવું છે
જેવું જીવીએ, મનીએ,જોઈએ અનુભવીએ એવું છે

શિયાળામાં બરફની ચાદર ઓઢેલી ધરતી કેવી છે
શાંત મુદ્રામાં બેઠેલી ગંભીર તપસ્વિની જેવી છે

વસંતના વાયરામાં મહાલતી આ ધરતી કેવી છે
ફૂલોની સુગંધ પ્રસરાવતી મીઠી મધુરી માદક છે

ગાંડીતૂર નદીના ધસમસતા પ્રવાહની દિશા કઈ છે
સાગરને મળવાની ઉત્કંઠામાં ભાનભૂલેલી પ્રેયસી છે

સંસારના રંગમંચ પર ભજવાતી આ જીંદગાની કેવી છે
જે આવે તે જાવા માટે નવી નવેલી દુલ્હન જેવી છે

મુખ દ્વારા વહેતી વાણીની અમૃતમયી ધારા કેવી છે
ધારામહીં વહેતા કંકર,કચરા,મોતી સમ રંગબેરંગી છે

મૃત્યુના દ્વાર ભણી પ્રયાણ કરતી આ જીંદગાની કેવી છે
હરપળે ધબકતા હ્રદયની શાક્ષી પૂરતી ઉષ્મા જેવી છે

દિવાળી પર્વની ઉજવણી

November 24th, 2007

ચારેકોર પ્રકાશ હતો ને

ઝીણું ઝીણું ગુંજન હતું

દિલોદિમાગે આનંદ છાયો હતો

તિમિરનું નામોનિશાન ન હતું

દિવડાની હારમાળા હતી ને

મિણબત્તીઓ નો મેળો હતો

દિવાળીનો શુભ અવસર હતો

નવા વર્ષનું પ્રભાત હતું

માનવમહેરામણ ઉમટ્યો હતો

હર્ષ ઉલ્લાસ રેલાયો હતો

માતાપિતાના આશિર્વાદ હતા ને

સર્જનહારની ખૂબ કૃપા હતી

નવા સુંદર ઘરમાં નમ્રતા અને રૂપિનનો પરિવાર ખૂબ સુખી રહે.

પ્રભુ તેમને સદબુધ્ધિ અને વેવિકનુ પ્રદાન કરે.

દિવાળી પર્વની ઉજવણી

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.