ક્યાં ગમે? December 5, 2007
Posted by pravinash in : કાવ્યો , trackback શબ્દ જ્યાં સરતો નથી
વાણી જ્યાં વહેતી નથી
દ્રષ્ટિ દેખી ના શકે
તે વાસમાં વસવું ગમે
પવન જ્યાં પાણી ભરે
અંધકાર જ્યાં ઓગળે
સૂર્ય પહોંચી ના શકે
તે વાસમાં વસવું ગમે
આભ જ્યાં સિમિત બને
વિજળી જ્યાં સ્થગિત બને
વાદળ વર્ષા ના કરે
તે વાસમાં વસવું ગમે
શાંતિ જ્યાં જઈ સળવળે
ઘોંઘાટ જ્યાં ગુંજી રહે
મૌનનું સંગીત સુણાય
તે વાસમાં વસવું ગમે
જીંદગી જ્યાં ઝગમગે
મૃત્યુ જ્યાં મહેકી ઉઠે
ઇશને જ્યાં ઓળખાય
તે વાસમાં વસવું ગમે
હા, હા, હા
તે વાસમાં વસવું ગમે


Powered By
Comments»
ઘોઁઘાટ જો ગુંજે તો તે સંગીત બને
સંગીત તો મૌન હોય જ નહી
હા તેવુ વૈકુંઠ ધામ જેવા
પાવક ધામે શક્ય બને
કાં કવિની કલ્પનામાં
સુંદર!