Archive for the ‘કાવ્યો’ category

સુંદર ‘રીયા’

August 6th, 2009

   સુંદર મુખડું

   મધુરું સ્મિત

   બંધ નયને

   નિતરે પ્રીત

   હાથમાં લેવાથી

   હ્રદય હચમચે

   ગાલે ચૂમવાથી

   મેઘધનુ રચે

   ફુલશુ બદન

    નિર્મળ વદન

    સ્પર્શ પાવન

   મન ભાવન

    નિંદર રાણી

   રિઝાયી જાણી 

   શાંતિની લ્હાણી

   સપને માણી

   સોનેરી દિવસો

    નિખાલસ વર્ષો

    ફરી મળશે  

     શું ભરોસો

    સુંદર પૌત્રીને ગોદમા લેતા

     સ્ફુરેલૉ પંક્તિઓ.

તાંડવ

July 28th, 2009

   આભ  ફાટ્યું  ત્યાં  થીગડું  ક્યાં  દેવાય

  તડાતડ  કરાં  પડે ત્યાં છત્રી શી ખોલાય

  તીર ઝડપે વાતા વાયુના સુસવાટા સુણાય  

  લળી લળીને ધરાને  ચૂમતા વૃક્ષો  જણાય

  ગગને ગડગડાટ કરતાં ઘટોટપ વાદળ ઘેરાય

  મારકણી વિજળીના ચમકારે આભે ઉજાસ ફેલાય

  વર્ષાના તાંડવમા નહાતી ધરતી મંદ મુસ્કાય

  પ્રિતમની બાંહોમા માનુની અંગડાઈ લેતી સમાય

  માળામા લપાયેલ પંખીડા ધ્યાન મુદ્રામા જણાય

  કુદરત કોપે ત્યારે પામર માનવ તું  અસહાય

જીવનનો નાટ્યમંચ

June 2nd, 2008

         જીવન  જીવવું કેમે કરીને  મન  માંહી મુંઝાતી

          જીવન  વીતી  ગયું  જીવન  જીવવા  મથતી

        જીવનના  રંગમંચ  ઉપર  ભાગ  ભજવતી
        ભાનભૂલીને  રાચી  ઉઠી  પાત્રને  લજવતી
       જીવન  ખેલ  સમજી  ખેલદિલીથી   રમજે
       હાર મળે યા જીત ‘અંચાઈ’ વગર  ખેલજે
      જીવન વાટ વાંકી  ચૂકી ખાડાટેકરાવાળી
      સાચવીને  ડગ દે આંગળી ઈશની  ઝાલી

      પાછળ  તારી ચાલે ઈશ ધ્યાન તારું ધરતો
      મુશ્કેલીમાં સહાય કરતો ઉંચકી ઉરે  ચાંપતો

       જીવનમા  જાગૃતિ  ને હૈયે  ધરે  આકૃતિ
       મારગ  પ્રકૃતિ  કેરો ગ્રહે  વિરામે  વિકૃતિ

      નાટક  ભજવાયું, પડદો પડ્યો ગડગડાટ તાળીઓનો
      જીવન વિરમ્યું, શબ  બન્યું,  કિલોલ લાગણીઓનો             

આ ટાણે કોણ ?

May 4th, 2008

            
       બારણે  ટકોરા  પડ્યા  આ  ટાણે  કોણ ?
 
       ન  કાગળ  ન પત્તર  આ  ટાણે ો ણ ?

       વહેલી  પરોઢ થઈ  આ  ટાણે  કોણ ?

       હ્રદયામા  ફાળ  પડી  આ  ટાણે  કોણ ?

       દિલ  ધક  ધક  કરે  આ  ટાણે  કોણ ?

       શંકા  કુશંકા  ઉભરે  આ  ટાણે  કોણ ?

       પાનીએ  પાણી  નિતરે  આ  ટાણે  કોણ ?

       હથેલીએ ખુજલી  ઉઠે  આ  ટાણે  કોણ ?

       કાંગરે  કાગ  બોલે  આ  ટાણે  કોણ ?

       મનનો  માનેલ  મિતવા  બારણું  ખોલ.                 

દર્દ તો દર્દ છે !

May 2nd, 2008

  

                          દિલમા  દિમાગમા  બદનમા  દર્દ  તો  દર્દ  છે

                        સવારના  સાજે  મધરાતે   દર્દ  તો  દર્દ  છે

                        દિલમા  ફેલાવે  દિવાનગી  દર્દ  તો  દર્દ  છે

                         દિમાગે  વ્યાપેલ  અણકહ્યું  દર્દ  તો  દર્દ  છે

                         વદને  નિતરતી  નારાજગી  દર્દ  તો  દર્દ  છે

                         વહાલાના  હોય  અસહ્ય  દર્દ  તો  દર્દ  છે

                          “ગીતા”  બનાવે  સહ્ય  દર્દ  તો  દર્દ  છે

                           જીવતરની  સગે  જોડાયું  દર્દ  તો દર્દ  છે

                           હસતે  મુખે  જીરવાયું   દર્દ  તો  દર્દ  છે

                           સર્વે  દર્દની  દવા ચંપી,પપ્પી, યા  કુપ્પી
                            કુપ્પી =  શરાબ          

કવિની કથની———

April 19th, 2008

કવિથી ડરે બધા કવિતાનો ભારે ચસકો

કવિતાની વહે ગંગા તો બજુએ ખિસકો

કવિ દેખીને ભાગે સહુ નાના મોટ લોકો

દેવી હોય તો દો સજા કવિતાને પૂળો મૂકો

કવિ શેર મારે જાણી શેરને પહોંચ્યો ધક્કો

બાળા કાજે માતા લેતી કવિતાનો તુક્કો

તલવારના ઘા રુઝે રહે ના તેનો સિક્કો

કલમના ઘા દુઝતા રહે દેશોના ધોખો

જનમધરતા એ કાવ્યનો જોયો છે લહેકો

કયામત ટાણે કરે ગઝલ કોઈ તેને રોકો

સૂરજ કેરા કેસરી દડાને માર્યો ફટકો

સહેલણીસા ચાંદતારે માર્યો નદીમા ભૂસકો

નજર

February 28th, 2008

picture.jpg

નજરથી નજર મળીને વાત બની ગઈ

નજરથી નજર ચુરાવી વાત કહી ગઈ

નજરના જામ છલક્યાને પ્યાસ બુઝી ગઈ

નજરના તીર વાગ્યાને હાય નિકળી ગઈ

નજરના અમીની વર્ષા ચુંદડી ભિંજાઈ ગઈ

નજરના નજરાણાં ધર્યા બાજી પલટાઈ ગઈ

નજર ન લાગે તને ભાલે અંકાઈ ગઈ

નજર નજરમાં ફેર દિલે દસ્તક દઈ ગઈ

નજરના ખેલાયા ખેલ દુલ્હન બની ગઈ

નજર મારી નિરખે ભીંતે ટિંગાઈ ગઈ

 નજર  તારી  વાલમ  હૈયે  જડાઈ  ગઈ

હવે કશું કહેવું નથી

February 20th, 2008

સાનમાં સમજાવશું આજ હવે કશું કહેવું નથી

વિયોગનું જુઓ પરિણામ હવે કશું કહેવું નથી

પ્રિતડીના દીઠાં અંજામ હવે કશું કહેવું નથી

ખૂબ સહ્યું દીલેઆમ હવે કશું કહેવું નથી

જીવન બન્યું નાકામ હવે કશું કહેવું નથી

એકઠો કર્યો સરંજામ હવે કશું કહેવું નથી

શ્વાસોને મળશે આરામ હવે કશું કહેવું નથી

ક્યારે પામીશ વિરામ હવે કશું કહેવું નથી

આવી પરમને ધામ હવે કશું કહેવું નથી

તમારે શરણે મુકામ હવે કશું કહેવું નથી

વાદા

February 12th, 2008

images5.jpg 

જીવન છે નદિયાની ધારા
  ખળ ખળ વહેતું જાયે
  પ્રેમ ધિક્કાર માન અપમાન
  તેની ધારા ના અટકાવે

જો માંદગી સતત સતાવે
  મુસ્કુરાઓ ના ગણકારો
  મોટું મનને ઉદાર દિલ
  તેની અકસીર ઔષધ જાણો

ઇચ્છીત પામો આ જીવનમાં
  ઈશ્વરને કદી મંઝુર નથી
  ન ભાવતાને ભાવતું કરો
  પ્રયત્નથી કશું મુશ્કેલ નથી

હિંમતે મર્દા તો મદદે ખુદા
  એ ઉક્તિ પર દિલ ફીદા
  આનંદો આ જીવનમાં સદા
  કિરતારના છે મૂક વાદા

વનરાજી

February 9th, 2008

images9.jpg

વનરાજી વચ્ચે
કૅડી કંગારે
ઝરણાનું મોહક
ખળખળ વહેવું
વૃક્ષોને ભેદી
સૂર્યના કિરણો
અલપઝલપ થાતા
રાહ બતાવે
મંદમંદ પવન
લટને સંવારે
શીળી છાયા
મનડું લોભાવે
કોયલનું કુંજન
ભમરાનું ગુંજન
ખીસકોલી છાની
પકડદાવ દેતી
ધુળની ડમરી
ગગને ચડતી
કંકર સંગે
રીસાઈ જાતી
કલા કુદરતની
અનોખી અનેરી
સૌંદર્ય વેરી
શુશોભિત થાતી

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.