વૈતરણીમા વહેવા December 28, 2007
Posted by pravinash in : કાવ્યો , trackback ઉદરેથી અવતરણ માડી
વૈતરણીમાં વહેવા માંડી
ખપેનાં હલેસાં કે હોડી
ભણતરની તરવી ખાડી
જ્ઞાનની ચાલતી ગાડી
જુવાનીની ઓઢી સાડી
કન્યા બની સુહાની લાડી
સાજન સંગે લીલી વાડી
અહંની ઉંચી તાડી
સંસારની નજર્યું બાંડી
જીવજંતુ ખાયે ચાડી
આળસે રોકી પાડી
બધિર કાન ચામડી જાડી
અનુભવની આંખો ફાડી
સંસ્કારથી દીપી ઘડી
સમઝણે સર્જી લીલી વાડી
પરમાર્થની કેડી છાંડી
સ્વાર્થનો છેડો ફાડી
સત્યની ઝાલી નાડી
અંતિમ યાત્રાની ગાડી
અનંતની મીટ માંડી


Powered By
Comments»
અંતિમ યાત્રાની ગાડી
અનંતની મીટ માંડી
હજી છે જીવનની વાત બાકી
ત્યાં આ શું વાત માંડી?