હા, બા એકલી કેવી સુંદર રીતે જીવી શકે.
જમાનાને પહેચાની, તેની સાથે કદમ મિલાવી
ચાલવામા અને જીવવામા મજા છે.
બા એકલી જીવે છે
ખુમારીભેર જીવે છે
પ્રભુ ભજન કરે છે.
મનગમતું શીખે છે
બાળકોને શિખવાડે છે
જુવાનીમા ઘોંઘાટ ચારેકોર વરતાતો
૨૪ કલાકનો દિવસ બાને ટુંકો લાગતો
ચાર વાગતાં સવાર પડતી ૯ વાગે નસકોરાં
બા સહુની સગવડ હરપળ સાચવતા
સમયની આવનજાવનમા બા આજે મુસ્કાયે
સંસ્કારી બાળકો તેના આજે પ્યારથી પાય પખાલે
સમયની શરમ સાચવી બા આજે ગૌરવભેર એકલા જીવે
સંતોષની લાગણી ઉરે ધરી બા પ્રેમથી માનભેર એકલા જીવે
જરૂરત પડ્યે એક્મેકની પડખે રહેતા સલાહસંપે બા એકલા જીવે
ગૌરવવંતી બા હસે હસાવે ‘બાપુની’ લીલીવાડી ભાળી એકલા જીવે.