સુંદર મુખડું
મધુરું સ્મિત
બંધ નયને
નિતરે પ્રીત
હાથમાં લેવાથી
હ્રદય હચમચે
ગાલે ચૂમવાથી
મેઘધનુ રચે
ફુલશુ બદન
નિર્મળ વદન
સ્પર્શ પાવન
મન ભાવન
નિંદર રાણી
રિઝાયી જાણી
શાંતિની લ્હાણી
સપને માણી
સોનેરી દિવસો
નિખાલસ વર્ષો
ફરી મળશે
શું ભરોસો
સુંદર પૌત્રીને ગોદમા લેતા
સ્ફુરેલૉ પંક્તિઓ.
મૂડી કરતા વ્યાજ વહાલું તે આનુ નામ. પૌત્ર પૌત્રી ને રમાડતા ફરી મા બન્યા નો આનંદ અનુભવાય.