નજર February 28, 2008
Posted by pravinash in : કાવ્યો , trackbackનજરથી નજર મળીને વાત બની ગઈ
નજરથી નજર ચુરાવી વાત કહી ગઈ
નજરના જામ છલક્યાને પ્યાસ બુઝી ગઈ
નજરના તીર વાગ્યાને હાય નિકળી ગઈ
નજરના અમીની વર્ષા ચુંદડી ભિંજાઈ ગઈ
નજરના નજરાણાં ધર્યા બાજી પલટાઈ ગઈ
નજર ન લાગે તને ભાલે અંકાઈ ગઈ
નજર નજરમાં ફેર દિલે દસ્તક દઈ ગઈ
નજરના ખેલાયા ખેલ દુલ્હન બની ગઈ
નજર મારી નિરખે ભીંતે ટિંગાઈ ગઈ
નજર તારી વાલમ હૈયે જડાઈ ગઈ


Powered By
Comments»
અરે વાહ પ્રવીણાબેન્,નજર સરસ છે !!!!!