વનરાજી February 9, 2008
Posted by pravinash in : કાવ્યો , trackbackવનરાજી વચ્ચે
કૅડી કંગારે
ઝરણાનું મોહક
ખળખળ વહેવું
વૃક્ષોને ભેદી
સૂર્યના કિરણો
અલપઝલપ થાતા
રાહ બતાવે
મંદમંદ પવન
લટને સંવારે
શીળી છાયા
મનડું લોભાવે
કોયલનું કુંજન
ભમરાનું ગુંજન
ખીસકોલી છાની
પકડદાવ દેતી
ધુળની ડમરી
ગગને ચડતી
કંકર સંગે
રીસાઈ જાતી
કલા કુદરતની
અનોખી અનેરી
સૌંદર્ય વેરી
શુશોભિત થાતી


Powered By
Comments»
સુંદર વર્ણન,પ્રવિણાબેન..અભિનંદન.