હવે કશું કહેવું નથી February 20, 2008
Posted by pravinash in : કાવ્યો , trackbackસાનમાં સમજાવશું આજ હવે કશું કહેવું નથી
વિયોગનું જુઓ પરિણામ હવે કશું કહેવું નથી
પ્રિતડીના દીઠાં અંજામ હવે કશું કહેવું નથી
ખૂબ સહ્યું દીલેઆમ હવે કશું કહેવું નથી
જીવન બન્યું નાકામ હવે કશું કહેવું નથી
એકઠો કર્યો સરંજામ હવે કશું કહેવું નથી
શ્વાસોને મળશે આરામ હવે કશું કહેવું નથી
ક્યારે પામીશ વિરામ હવે કશું કહેવું નથી
આવી પરમને ધામ હવે કશું કહેવું નથી
તમારે શરણે મુકામ હવે કશું કહેવું નથી


Powered By
Comments»
no comments yet - be the first?