કોલેજની પદવી પ્રાપ્ત કરી તે ૨૧ વર્ષનો જુવાન “યોગ” વીશે ભણવા
પ્રશાંતિ કુટિરમા આવ્યો હતો. ભારતમા રહેવું ,ભરતના ભિન્ન ભિન્ન રાજ્યોના
યુવકોનો સંગ માણવો એ એક લહાવો છે. કુદરતની મહેર વરસી અને તે
લહાવો મેં એક વર્ષ માણ્યો. આજે પણ આંખ બંધ કરું ને હું બેંગ્લોર પહોંચી
જાઉં છું.
વિરલ તેનું નામ, ગુજરાત તેનું ગામ. માસ્ટર્સ યોગમા ભણી તેને પોતાની
કારકિર્દી બનાવવી હતી. ખુબ જ સોહામણો યુવાન, તેની સાથે વાત કરવાની મને
ખૂબ મજા આવતી. ભણવામા ખૂબ હોંશિયાર હતો. કિંતુ ગુજરાતમા, ગુજરાતીમા
ભણ્યો હતો તેથી થોડી તકલીફ પડતી હતી. જ્યારે પણ તે ગુમસુમ દેખાય ત્યારે
તેની સાથે વાત કરી તેને હસાવવાનો મારો પ્રયત્ન રહેતો.
આન્ટી, મારા મમ્મીને જરા ઠીક નથી. મેં તેને પ્રેમથી પાસે બેસાડ્યો. ખબર
પૂછ્યા. કહે મારા મમ્મી છેલ્લા ૨૦ વર્ષથી નોકરી કરે છે. પપ્પા પણ નાનો ધંધો
કરે છે. અમે બે ભાઈ છીએ નાનો ભાઈ મારાથી ૪ વર્ષ નાનો છે. આન્ટી ‘હું ક્યારે
ભણી રહીશ જેવો કમાવા માડીશ કે મારી મમ્મીને કહીશ ,’મા હવે તું આરામ કર.’
હું માસ્ટર્સનું ભણ્યો હવે સારા પૈસા કમાઈશ તારે નોકરી કરવાની જરૂર નથી.’ તારો
મોટો દિકરો કમાતો થઈ ગયો છે.
આ શબ્દો ભારતમા રહેતા ભારતિય યુવાનના જ હોઈ શકે——. મારું મસ્તક
તેને વંદન કરતું નમી પડ્યું.